16, ડિસેમ્બર 2020
4356 |
વાસ્તુમાં પિરામિડનું ખૂબ જ મહત્વ રહેવું છે. વાસ્તુમાં પિરામિડ ત્રિકોણ આકારનો દેખાય છે. વાસ્તુ મુજબ ઘરમાં પિરામિડ લગાવવાથી ઘણી પરેશાનીઓથી મુક્તિ મળી શકે છે. વાસ્તુ દોષ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ઘરમાં પિરામિડ રાખવું જોઈએ. ધાતુ અથવા લાકડીમાંથી બનેલાં પિરામિડને તમે ઘરમાં રાખી શકો છો.
ઘણાં લોકો પિરામિડનો અલગ અલગ રીતે ઉપયોગ કરે છે. પિરામિડ ઘરની ઉત્તર દિશામાં રાખવું જોઈએ. વાસ્તુ મુજબ ઉત્તર દિશામાં પિરામિડ રાખવાથી ધન લાભ અને આર્થિક લાભ થાય છે.આ સિવાય જે બાળકોનો ભણવામાં મન નથી લાગતો તેમના સ્ટડી ટેબલ પર પિરોમિડ રાખવાથી બાળકોમાં એકાગ્રતા વધે છે. બાળકોના સ્ટડી ટેબલ પર ખાસ કરીને ક્રિસ્ટલના પિરામિડ રાખવાથી અભ્યાસમાં મન લાગે છે. પિરામિડને તમારા પીવાના પાણીની ઉપર રાખીને પીવાથી પાચનશક્તિ વધે છે. આ સિવાય ઘરની પૂર્વ દિશામાં પિરામિડ રાખવાથી નામના અને યશ પ્રાપ્તિ થાય છે. દક્ષિણમાં પિરામિડ રાખવાથી દુશ્મનોનો નાશ થાય છે. કોઈપણ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તેમાં જીત મળે છે. જોકે, પિરામિડને યોગ્ય દિશામાં ન રાખ્યો તો ખરાબ પરિણામ પણ મળી શકે છે. વાસ્તુ અનુસાર જો ઘરમાં કોઈને પણ ખરાબ આદત હોય તો ઘરમાં પિરામિડ અવશ્ય રાખવું જોઈએ.