જો સપનામાં તમને દેખાય આ જાનવર, તો સમજજો કે તમારી કિસ્મત ચમકવાની છે

સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે સપનામાં કેટલાક જાનવરોને જોવું શુભ માનવામાં આવે છે. જ્યારે કેટલાક જાનવરો એવા પણ છે જેને જોવું અશુભ માનવામાં આવે છે. આજે અમે તમને જણાવશું કે સપનામાં જાનવરો દેખાય તો તેનો અર્થ શું થાય. જો તમે સપનામાં કુતરો જુઓ છો તો તે સપનું એક ખુબ જ શુભ માનવામાં આવે છે. તે સપના પ્રમાણે આવનારા સમયમાં તમારા કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. માટે સપનામાં કુતરો દેખાવો શુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે સપનામાં સાપને જોવો શુભ માનવામાં આવે છે. આ સપનાથી તમને આર્થિક લાભ પ્રાપ્ત થાય છે. આ સાથે સમયની સાથે તમને માન-સન્માનની પ્રાપ્તિ પણ થાય છે.

સપનામાં જો તમે એક બકરીને જુઓ ચો તો તે સપનું પણ સારૂ માનવામાં આવે છે. જેના પ્રમાણે જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે. માટે સપનામાં બકરી જોવી એક સારો અને શુભ માનવામાં આવે છે.જો તમે સપનામાં હરણ જુઓ છો તો તેને પણ સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે સારુ માનવામાં આવે છે. આ સપનાને જોવા પર તમે કોઈ લાંબી યાત્રા પર જઈ રહ્યા છો તો તમારી આ યાત્રા સુખદ થશે અને તેનાથી તમને લાભ પણ મળશે. જો તમે સપનામાં બળદ જુઓ છો તો તે સપનું પણ શુભ માનવામાં આવે છે. તે સપનું તમારી સંપન્નતા તરફ ઈશારો કરે છે. આવું સપનું જોવું સંપન્નતામાં વધારાના રસ્તા ખોલશે. જો તમે સપનામાં ભાલૂને જુઓ છો તો તે સપનું ખુબ શુભ માનવામાં આવે છે. આ સપના પ્રમાણે તમને આવનારા સમયમાં કોઈ ખુશખબરી મળી શકે છે. જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution