દિલ્હી-

જો તમે આ દિવસોમાં એવી જગ્યાએ રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો જ્યાં ઓછા રિસ્કની સાથે તમને ફિક્સ્ડ ડિપોઝિટ કરતા શાનદાર રિટર્ન મળે છે તો તમે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડની આ કેટેગરીએ છેલ્લા 1 વર્ષમાં 11% સુધીનું રિટર્ન આપ્યું છે. આજે અમે તમને આ વિશે જણાવી રહ્યા છીએ જેથી તમે તેમાં રોકાણ કરીને સારું વળતર મેળવી શકો.

શું છે ડેટ મ્યુચ્યુઅલ ફંડ?

ડેટ ફંડ મ્યુચ્યુઅલ ફંડનો એક પ્રકાર છે. તેના અંતર્ગત મુખ્ય રીતે ફિક્સ્ડ ઈન્કમ સિક્યોરિટીઝ જેમ કે ગવર્નમેન્ટ સિક્યોરિટીઝ, કોર્પોરેટ બોન્ડ અને સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ વગેરેમાં રોકાણ કરવામાં આવે છે. ડેટ ફંડ મુખ્ય રીતે એવા ફંડ હોય છે જે બેંક FD (ફિક્સ્ડ ડિપોઝિટ) કરતા વધારે રિટર્ન આપે છે. કેમ કે તેમાં ફિક્સ વ્યાજ આપતા સંસાધનોમાં રોકાણ કરવામાં આવે છે, તેથી તેમાં ઈક્વિટી બજારની જેમ ઉતાર-ચઢાવની વધારે અસર નથી થતી. તેમાં રોકાણકારોને સુરક્ષિત રિટર્ન મળે છે.

ડેટ મ્યુચ્યુઅલ ફંડ કોના માટે યોગ્ય છે?

આ મ્યુચ્યુઅલ ફંડ સ્કિમ શેરોની તુલનામાં ઓછા જોખમી છે અને બેંકની ફિક્સ્ડ ડિપોઝિટની તુલનામાં સારું રિટર્ન આપે છે. તમે 3-4 વર્ષ માટે રોકાણ માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડનો વિકલ્પ પસંદ કરી શકો છો.

તેમાં કેટલું રોકાણ કરવું જોઈએ?

રૂંગટા સિક્યોરિટીઝમાં CFP અને પર્સનલ ફાઈનાન્સ એક્સપર્ટ હર્ષવર્ધન રૂંગટાના જણાવ્યા પ્રમાણે, ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં તમારે તમારા કુલ પોર્ટફોલિયોના એટલા ટકા ભાગનું રોકાણ કરવું જોઈએ જેટલી તમારી ઉંમર છે. એટલે જો તમારી ઉંમર 50 વર્ષની છે અને તમારું કુલ રોકાણ 1 લાખ રૂપિયાનું છે તો તમે 50 હજાર રૂપિયા સુધીના ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.