કેરળનો પેરિયાર નેશનલ પાર્ક દક્ષિણી ભારતના સૌથી સુંદર નેશનલ પાર્કમાં સામેલ છે. તે કેરળના એ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં સામેલ છે, જે પર્યટકોની વચ્ચે ખુબ ફેમસ છે. આ નેશનલ પાર્કમાં નાઇટ ટ્રેકિંગની પણ પરમિશન છે, જે સહેલાણીઓમાં તેને વધુ ફેમસ બનાવે છે. જો તમે પણ નેચર લવર છો અને જંગલમાં રાત વિતાવવાના રોમાંચને ફીલ કરવા ઇચ્છો છો તો તમારે એકવાર જરુર ત્યાં જવું જોઇએ. 

આ નેશનલ પાર્ક વાઘ સંરક્ષિત ક્ષેત્ર છે. 1998થી તેને હાથી સંરક્ષણ પરિયોજના અંતર્ગત પણ લવાયુ છે. આ પાર્કમાં તમને કેટલાક દુર્લભ જાનવર જોવા મળશે. આ કારણે તમારી યાત્રા યાદગાર બની શકે છે. હાથીઓનું ઝુંડ તમને અહીં ખુબ જ સરળતાથી જોવા મળી જશે, પરંતુ વાઘને જોવા માટે તમારે ધીરજ રાખવી પડશે. 

હાથી અને વાઘ ઉપરાંત અહીં તમને ભસે તેવા હરણ, માઉસ ડીયર, જંગલી સુઅર, ભારતીય જંગલી શ્વાન, ઇન્ડિયન બિસન, સાબર પણ જોવા મળશે. આ ઉપરાંત આ રિઝર્વમાં ભારે સંખ્યામાં વિવિધ પ્રકારની વનસ્પતિ અને જીવ પણ હાજર છે. પેરિયાર નેશનલ પાર્કમાં સહેલાણીઓને લગભગ ત્રણ કલાક સુધી નાઇટ ટ્રેકિંગની પણ પરમિશન અપાઇ છે. સહેલાણીઓ સાંજે 7 વાગ્યાથી લઇને સવારે 4 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે ટ્રેકિંગ શરુ કરી શકે છે.