મુંબઇ
ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલર્બોન (IFFM)માં ઈરફાન ખાન, રિશી કપૂર તથા સુશાંત સિંહ રાજપૂતને સ્પેશિયલ ટ્રિબ્યૂટ આપવામાં આવશે. IFFMના ટ્રિબ્યૂટ સેક્શનમાં ઈરફાનની 'સોંગ ઓફ સ્કોર્પિયો', રિશી કપૂરની '102 નોટ આઉટ' તથા સુશાંત સિંહ રાજપૂતની 'કેદારનાથ' બતાવવામાં આવશે.
મીતુ ભૌમિક લાંગેએ એક નિવેદનમાં કહ્યું હતું, 'કલાકાર પોતાની વિરાસતના માધ્યમથી જીવતા હોય છે. આ બેસ્ટ વ્યક્તિઓમાંથી એક હતા. તેમણે શાનદાર ફિલ્મમાં કામ કર્યું છે. આ પ્રસંગે અમારા માટે તેમને યાદ કરવા મહત્ત્વપૂર્ણ હતા. અમે અમારા દર્શકો માટે કેટલીક સારી ફિલ્મની પસંદગી કરી છે. આ ફિલ્મના માધ્યમથી ચાહકોને તેમની સાથે જીવન જીવવાની એક તક મળશે. ફિલ્મ ઉદ્યોગને જે નુકસાન થયું છે, તેને ભરપાઈ કરવી મુશ્કેલ છે. જોકે, અનેક પેઢીઓ સુધી તેમની ફિલ્મનો જાદૂ ચાહકોનું મનોરંજન કરતો રહેશે.'
ઉલ્લેખનીય છે કે રિશી કપૂરની '102 નોટ આઉટ'માં અમિતાભ બચ્ચન પણ હતા. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'કેદારનાથ'થી સારા અલી ખાને બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. ઈરફાન ખાનની ફિલ્મ 'સોંગ ઓફ સ્કોર્પિયો'ને અનુપ સિંહે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં ગોલશિફે ફરાહાનીએ એક્ટિંગ કરી હતી. 2017માં લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું પ્રીમિયર યોજાયું હતું.
ઈરફાન ખાનનું 29 એપ્રિલના રોજ અવસાન થયું હતું. રિશી કપૂરનું 20 એપ્રિલના રોજ નિધન થયું હતું. 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી.