વડોદરા, તા.૧

કેન્દ્ર સરકારની અમૃત-૨ યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટમાં હિસ્સો આપવા માટે રૂ.૧૦૦ કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવાની મંજૂરી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ આપી હતી. ત્યારબાદ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ઇલેક્ટ્રોનિક બિડીંગ કરવામાં આવતા સંસ્થાગત બોન્ડમાં ૪૪ સરકારી અને ખાનગી ઉદ્યોગો નાણાકીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. જેમાં ૧૦૦ કરોડના બોન્ડ સામે ૧૪.૬૦ ગણી વધુ રકમ માત્ર એક કલાકમાં જ ભરાઈ ગઈ હતી. કોર્પોરેશનના પાંચ વર્ષના આ બોન્ડ માટે વાર્ષિક ૭.૯૦ ટકા વ્યાજ ચુકવવુ પડશે.

કોર્પોરેશનના ગ્રીન બોન્ડ વીએમસી-૨૦૨૯ના નામે બેએસઈ પર બીડીંગની શરૂઆત સવારે ૧૧ વાગે થતાંની સાથેજ ૮૫૦ કરોડનુ બીડ થયુ હતુ. ૮ ગણો છલકાયો હતો. જ્યારે ૧૨ વાગે સમય પૂર્ણ થતા સુધીમાં મહાનગર પાલિકાનો ઈસ્યુ ૧૪.૬૦ ગણો ઓવર સબસ્ક્રાઈબ થયો હતો. સેબીએ મંજૂરી આપ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરે ખાનગી અને સરકારી કંપનીઓ તથા નાણાકીય સંસ્થાઓના મુખ્ય અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને કોર્પોરેશનના બોન્ડમાં નાણાં રોકવા અપીલ કરી હતી. આ અંગે માહિતી આપતા મેયર પિંકીબેન સોની મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૯ ના અંદાજપત્રમાં કેન્દ્ર સરકારની અટલ મિશન ફોર રેજુવેનશન એન્ડ અર્બન ટ્રાન્સફરમેશન યોજના અંતર્ગત રજૂ કરવામાં આવેલા ૧૨૨૦.૫૩ કરોડની કિંમતના ૩૦ ટકા ફાળાની રકમ માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રૂ.૧૦૦ કરોડના બોન્ડ બહાર પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને અગાઉ રચેલા ઈતિહાસ થી વધુ સિદ્ધી હાસિલ કરી છે.વડોદરા કોર્પોરેશનનો પ્રથમ બોન્ડે ૧૦ ગણો સબસ્ક્રાઈબ થયો હતો.અને પ્રથમ બોન્ડ ૭.૧૫ ટકાના દરે લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, વડોદરા કોર્પોરેશનને ક્રિશિલ અને ઇન્ડિયા રેટીંગ એન્ડ રિસર્ચ નામની બે સંસ્થા પાસે ક્રેડિટ રેટિંગ કરાવવાની પ્રક્રિમાંાં ડિસેમ્બર ૨૦૨૦માં ઇન્ડિયા એન્ડ રિસર્ચ સંસ્થાએ છછ જંટ્ઠહ્વઙ્મી અને ક્રિશિલ સંસ્થાએ છછ જંટ્ઠહ્વઙ્મી રેટિંગ આપ્યું હતું. આ રેટીંગ આધારે મે-૨૦૨૧માં રાજ્ય સરકારે રૂ.૨૦૦ કરોડની રકમના બોન્ડ બહાર પાડવા મંજૂરી આપી હતી.

અગાઉ ૧૦૦ કરોડનો બોન્ડ ૭.૧૫ ટકાના દરે લીધો હતો

વડોદરા કોર્પોરેશન દ્વારા અગાઉ લીધેલા રૂા. ૧૦૦ કરોડનો બોન્ડ પણ ૧૦ ગણો વધુ સબસ્ક્રાઈબ થયો હતો. આ બોન્ડ કોર્પોરેશનને ૭.૧૫ ટકાના વાર્ષિક દરે લીધો હતો.આ વખતે સરેરાશ માર્કેટ રેટ બે ટકા જેટલુ વધુ છે. તેમ છતા કોર્પોરેશનને આ બોન્ડ ૭.૯૦ ટકાના દરે મળશે.

બીડિંગમાં ૪૪ બીડરોએ ભાગ લીધો

કોર્પોરેશનના ગ્રીન બોન્ડના બીએસઈ પર થયેલા ઈલેક્ટ્રોનિક બીડીંગમાં વિવિધ ખાનગી અને સરકારી સંસ્થાઓ ઉપરાંત બેન્કો,જાહેર ક્ષેત્રની સંસ્થાઓએ ભાગ લીધો હતો.અને બીડની શરૂઆતમાંજ ૮ ગણો ઉભરાયો હતો.ત્યારબાદ તબક્કવાર સબસ્કાઈબરો રસ દાખવતા પ્રથમ અડધો કલાકમાં ૧૦ ગણો અને એક કલાકમાં બીડીંગ પૂર્ણ થતા સુધીમાં વડોદરા કોર્પોરેશનનો ૧૦૦ કરોડનો ગ્રીન બોન્ડ ૧૪.૬૦ ગણો ઉભરાવવાની સાથે ૧૪૬૦ કરોડની બીડ કરવામાં આવી હતી. જે મ્યુનિ. બોન્ડના ઈતિહાસમાં સૌથી વધુ છે. આ બીડીંગની પ્રક્રિયામાં કુલ ૪૪ બીડરોએ ભાગ લીધો હતો.

સફળતાપૂર્વક બોન્ડ ઈશ્યૂ કરતાં સરકાર દ્વારા ૧૦થી ૧૩ કરોડ ઈન્સેન્ટિવ મળશે

વડોદરા કોર્પોરેશન દ્વારા સતત બીજાે બોન્ડ સફળતા પૂર્વક ઈસ્યુ કર્યો છે.જેનુ બીએસઈ પર લીસ્ટીંગ તા.૬ઠ્ઠી માર્ચના રોડ થશે.કોર્પોરેશને સફળતાપૂર્વક બોન્ડ ઈસ્યુ કરતા રાજ્ય સરકાર દ્વારા ૧૦ થી ૧૩ કરોડનુ ઈન્સેટીવ મળશે. જેથી ૭.૯૦ ટકાના દરે મળેલા આ બોન્ડની રકમ પેટે સંભવીત ઈન્સેટીવની રકમ બાદ કરતા કોર્પોરેશનને બોન્ડ ૫.૩૦ થી ૫.૯૦ ટકાની વચ્ચેનો વ્યાજ દર રહેશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતુ.

સ્વભંડોળની ૨૦૦ કરોડની આવકમાંથી ખર્ચ કરવો જાેઈએ ઃ વિપક્ષ

કોર્પોરેશનમાં કોંગ્રેસ પક્ષના નેતાએ કહ્યું હતંુ કે, હાલમાં જ રજૂ થયેલાં વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ મંજૂર કરાયું તેમાં સ્વભંડોળમાંથી ૨૦૦ કરોડ કેપિટલમાં તબદીલ કરવાની જાેગવાઈ કરી છે. અમૃત યોજના હેઠળ બોન્ડ દ્વારા ૧૦ કરોડ ઈન્સેન્ટિવ આપવાની જાેગવાઈ છે તો આપણે ૯૦ કરોડ લઈશું તેની ઉપર ૩૯ કરોડ વ્યાજ ચૂકવીશું.કોર્પોરેશન પાસે ૨૦૦ કરોડ પડ્યા હોય તો પછી બોન્ડ બહાર પાડીને ઉછીના નાણાં લેવાની જરૂર શું છે?

ગ્રીન બોન્ડના ૧૦૦ કરોડની રકમ ક્યા પ્રોજેક્ટની કામગીરીમાં ખર્ચાશે?

અમૃત-૨ હેઠળ કોર્પોરેશન દ્વારા ૧૨૨૦ કરોડના ૪૭ કામો કરવામાં આવશે, જેમાં કોર્પોરેશનને આપવા પાત્ર ૩૦ ટકા રકમ ગ્રીન બોન્ડ થકી મેળવાશે. આ બોન્ડની રકમનો ઉપયોગ ત્રણ પ્રોજેક્ટના કામો માટે કરવામાં આવશે.