03, ઓગ્સ્ટ 2025
ફતેપુરા |
2277 |
ફતેપુરા નગરને અડીને આવેલું કાળીયા વલુડા ગામનું વલુંડા ફળિયામાં રહેતા હરીજન વાસમાં જવાનો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બિમાર હાલતમાં હોવાના કારણે પવારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
ફતેપુરા તાલુકાના કાળીયા વલુંડા ગામે વલુંડા ફળિયામાં રહેતા હરિજનવાસનો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં જાેવા મળી રહ્યો છે ડુંગર મુખ્ય રસ્તાથી જાેડાતો અને કરોડિયા ગામમાં નીકળતો ત્રણ કીલોમીટર જેટલો લાંબો આ રસ્તો ઠેર ઠેર ઠેકાણે મોસ મોટા ખાડા પડી જવા પામ્યા છે કોક જગ્યાએ ઠીંગણી સમા તો કોઈક જગ્યાએ નાના મોટા ખાડા કડી જવા પામ્યા છે તદ્દઉપરાંત રસ્તો ચારે બાજુથી ધોવાઈ ગયો છે જેના કારણે રસ્તા ઉપર ચાલીને જાય શકે તેવી પરિસ્થિતિ પણ રહી નથી આ રસ્તા ઉપરથી બાયપાસ વાહનો મોટેભાગે પસાર થતા હોય છે તથા વાલ્મિકી સમાજને અવરજવર કરવા માટે આ રસ્તા નો ઉપયોગ કરવો પડી રહ્યો છે આ રસ્તા પરથી પસાર થવું કેટલું મુશ્કેલ છે તે રસ્તાને જાેઈ લાગતાવળગતા અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ રસ્તાનું સમારકામ કરી આપે તથા આ રસ્તો નવીન બનાવી આપે તેવી વલુડા ગામના હરીજનવાસની માંગ ઉઠી છે જાણવા મળેલી માહિતી મુજબ આ રસ્તો ધારાસભ્યની ગ્રાન્ટ માંથી મંજૂર થઈ ગયો છે જાે મંજૂર થઈ ગયો છે તો આજ સુધી કેમ બન્યો નથી ? કે પછી કાગળ પર બની જવા પામ્યો છે ? જાે તેમ ન થયું હોત તો આ રસ્તો તાત્કાલિક ધોરણે કોઈપણ ગ્રાન્ડ માંથી મંજુર કરી સત્વરે બનાવી આપવામાં આવે હરિજન સમાજને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી હરીજન સમાજની માંગ ઉઠી છે