લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026 |
1782
ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં પંજાબના વોન્ટેડ આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.. બિક્રમજીતસિંઘની ડીસામાંથી ધરપકડ કરવામાં આવી છે. જે પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટીનો સાગરિત હતો અને ભારતના પંજાબના એક કેસમાં ફરાર હતો.આરોપી વિસ્ફોટકો પહોચાડવા અને સુરક્ષા એજન્સીઓના ઠેકાણા ઉપર વિસ્ફોટ કરાવવાનું કામ કરાવતો હતો.બિક્રમજીતસિંગ ડીસાના એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરી રહ્યો હતો. આરોપીની ધરપકડ કરી એટીએસ એ વધુ તપાસ હાથ ધરી છે. બિક્રમસિંગ અંગે પંજાબ પોલીસે એટીએસ ને વોન્ટેડ આરોપીની માહિતી આપી હતી.જેના પર કામ કરીને તપાસ કરતા વોન્ટેડ આરોપી બિક્રમજીતસિંહ છે જે હાલ ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરતો હોવાની માહિતી મળી હતી. એટીએસ એ અલગ અલગ ટીમ બનાવી બનાસકાંઠા એસઓજીની મદદથી ડીસાના એક ઢાબામાંથી બિક્રમજીતસિંઘની ધરપકડ કરી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન પ્રકાશમાં આવ્યું હતું કે આરોપી પાકિસ્તાની ગેંગસ્ટર સાથે મળીને વિસ્ફોટકો પહોંચાડતો અને સુરક્ષા એજન્સીના એકમો ઉપર ગ્રેનેટ મારફતે વિસ્ફોટ કરવાનું કામ કરાવતો હતો.આરોપી પંજાબથી દૂર રહી શહેઝાદ ભટ્ટી માટે પંજાબના સ્થાનિકોને ગેંગમાં જાેડતો અને ભટ્ટીની સૂચના મુજબ પોલીસ સ્ટેશન અને અન્ય સુરક્ષા એજન્સીના એકમો ઉપર હુમલો કરાવવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. ઝડપાયેલો આરોપી પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈમાટે કામ કરતો પાકિસ્તાની ગેંગસ્ટર છે. જે ભારતના પંજાબ રાજ્યમાં આઈએસઆઈ માટે આતંકવાદી પ્રવૃત્તિને અંજામ આપે છે,તેમજ સુરક્ષા એજન્સી અને પોલીસ સ્ટેશન ખાતે ખ્યાતનામ વ્યક્તિ ઉપર ગ્રેનેટ મારફતે હુમલો કરાવી રહ્યો છે.જે અંગે સ્પેશિયલ ઓપરેશન થતા અમૃતસર ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. અગાઉના ગુનામાં કેટલાક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.