બેહરીનમાં મહિલાએ ગણપતિની મુર્તી ખંડિત કરી, પોલીસે કરી ધરપકડ
17, ઓગ્સ્ટ 2020 396   |  

બેહરીન-

બહેરીનના એક સુપર માર્કેટની દુકાનમાં વેચાણ માટે મૂકાયેલી ગણપતિની મૂર્તિઓને કેટલીક બૂરખાધારી મહિલાઓએ તોડી નાખી હતી અને હો હા મચાવી હતી. આ મહિલાઓ બરાડી બરાડીને એવું કહેતી હતી કે આ એક મુસ્લિમ દેશ છે. અહીં આવી મૂર્તિઓ વેચી નહીં શકાય.

સોશ્યલ મિડિયા પર વાઇરલ થયેલી વિડિયો ક્લીપમાં બે બૂરખાધારી મહિલાઓ સુપરમાર્કેટની એક દુકાનમાં ઊભેલી દેખાય છે. એક મહિલા ગણપતિની મૂર્તિઓ એક પછી એકઉપાડીને ફર્શ પર પટકીને તોડી નાખતી દેખાય છે. આ દરમિયાન બીજી મહિલા આ આખીય ઘટનાને પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરતી દેખાઇ હતી. ત્યારબાદ બંને મહિલાઓએ અરબી ભાષામાં સુપરમાર્કેટના એક કર્મચારીને ધમકાવવા માંડ્યો હતો. આ મહિલાઓ કહી રહી હતી કે આ મુહમ્મદ બિન ઇસાનો દેશ છે. શું તમને એમ લાગે છે કે આવી મૂર્તિઓ અહીં વેચવાની પરવાનગી તેમણે આપી છે,

બીજી મહિલાએ સુપર માર્કેટના કર્મચારીને દબડાવતાં કહ્યુ કે પોલીસને બોલાવવી હોય તો બોલાવો. અમે જાેઇએ છીએ કે કોણ અહીં આ મૂર્તિઓની પૂજા કરે છે. આ દેશ ઇસ્લામમાં માનતા લોકોની બહુમતી ધરાવતો દેશ છે.

જાે કે બહેરીનની પોલીસે તરત આ બંને મહિલાઓની ધરપકડ કરી હતી. બહેરીનના ગૃહ ખાતાએ કહ્યુ હતું કે એક ધાર્મિક સમુદાયની ઘાર્મિક લાગણી દૂભાવવાનો, ધાર્મિક પ્રતીકોને નુકસાન કરવાનો અને સુપર માર્કેટની એક દુકાનમાં ભાંગફોડ કરવાનો કેસ ૫૪ વર્ષની એક મહિલા સામે માંડવામાં આવ્યો હતો. બહેરીનના ગૃહ ખાતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે આવાં કૃત્યોને અમારી સરકાર માન્યતા આપતી નથી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution