ડભોઇમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાની હોળી કરાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, ડિસેમ્બર 2020  |   1683

ડભોઇ

ડભોઇ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ના ઉપક્રમે દિલ્હી ખાતે થી પાસાર થયેલ ખેડૂત બિલ ના વિરોધ્ધ માં પ્રદર્શન અને સતત વિરોધ્ધ કરવામાં આવ્યો હતો. ડભોઇ સરદાર શોપિંગ ખાતે કોંગ્રેસ કાર્યકરો એકત્ર થઇ રેલી સ્વરુપ આંબેડકર ચોક જઇ ખેડૂત બિલ ના પરિપત્ર ની હોળી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ડભોઇ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ના ઉપક્રમે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત બિલ પસાર કરવામાં આવ્યું છે તેનો વિરોધ દિલ્હી ખાતે સિંધુ સરહદે ખેડૂતો કરી રહ્યા છે તેમના સમર્થન માં તેમજ ખેડૂતોના હક અને અધીકારોની લડાઈમાં શહિદ થયેલા ખેડૂતોની સહાદત એડે ન જાય તે માટે ખેડૂત બિલ રદ કરવાની માંગ સાથે ડભોઇ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતબિલ ના પરિપત્ર ની હોળી કરી વિરોધ કર્યો હતો આ પ્રસંગે તાલુકા પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ, શહેર પ્રમુખ ડો.જીમીત ઠાકર તેમજ પ્રદેશ કોંગ્રેસ મંત્રી ગુણવંતરાય એચ.પરમારની ઉપસ્થીતી માં સરદાર સોપિંગ સેન્ટર ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય થી રેલી સ્વરૂપ ભારે સૂત્રોચ્ચાર સાથે આંબેડકર ચોક પહોચી ત્યાં ખેડૂત બિલ રદ કરો ના નારા સાથે ખેડૂત બિલ પરિપત્ર ની હોળી કરી વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પ્રમુખ ભૂપેન્દ્ર ભાઇ પટેલ, શહેર પ્રમુખ જીમિત ઠાકર, મીરલભાઈ પટેલ, કાર્તિકભાઈ પટેલ, કાંતીભાઈ મહેતા સહિત નગરપાલીકા, તાલુકા, અને જિલ્લા પંચાયત ના સભ્યો તેમજ કોંગ્રેસ સભ્યો ઉપસ્થીત રહ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution