ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે. તેવામાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં 24 કલાક દરમિયાન કોરોના પોઝિટિવના નવા 996 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાની સારવાર લઈ રહેલા 8 દર્દીના મોત થયા છે. 1147 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 1,60,722 થઈ છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ ગંભીર બનતી હોવાથી લોકોએ ત્રણ પદ્ધતિ એટલે કે એસએમએસનું પાલન કરવું પડશે. એસએમએસ એટલે કે સેનિટાઈઝર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ. આ ત્રણનું પાલન કરવાથી કોરોનાનું સંક્રમણ ઘટશે. છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યમાં નવા 996 કેસ નોંધાયા છે. વિગત વાર વાત કરવામાં આવે તો સુરત કોર્પોરેશન વિસ્તારમાં 165, અમદાવાદ કોર્પોરેશન-160, રાજકોટ કોર્પોરેશન-56, સુરત-62, વડોદરા કોર્પોરેશન-70, જામનગર કોર્પોરેશન-45, મહેસાણા-32, વડોદરા-42, રાજકોટ-27, પાટણ-26 ગાંધીનગર કોર્પોરેશન-24, જામનગર-21, કચ્છ-21, અમદાવાદ-18, અમરેલી-18, બનાસકાંઠા-16, ગાંધીનગર-16, સુરેન્દ્રનગર-15, સાબરકાંઠા-14, મોરબી-13, ગીર સોમનાથ-12, જૂનાગઢ- 12, ભરૂચ-11, જૂનાગઢ કોર્પોરેશન-11, પંચમહાલ-10 નર્મદા-9, ખેડા-8, મહિસાગર-8, નવસારી-8, આણંદ-7, દાહોદ-6, વલસાડ-6, ભાવનગર કોર્પોરેશન-5, દેવભૂમિ દ્વારકા-5, તાપી-5, બોટાદ-4, છોટાઉદેપુર-4, અરવલ્લી-3 અને ભાવનગરમાં 1 કેસ સામે આવ્યો છે.