ગુજરાતમાં ATM કાર્ડની બદલી કરી નાણાં ઉપાડતી આંતરરાજ્ય ટોળકી પકડાઈ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, સપ્ટેમ્બર 2021  |   3069

સુરત-

સુરતના પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં વિતેલા બે માસ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં પૈસા ઉપાડવા જતા કે જમા કરાવવા જતા ખાતેદારને વાતોમાં ભોળવી તેમના એટીએમ કાર્ડ બદલી બાદમાં પૈસા ઉપાડી લેવાના બનાવો ઉપરાછાપરી બન્યા હતા. આથી પાંડેસરા પોલીસ અને સુરત સાયબર ક્રાઈમ પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી હતી અને તેના આધારે વેપારી તૌફીકખાન ઉર્ફે બબ્બે મુસ્તકીમ, ડ્રાઈવર રિયાઝખાન સિરતાઝખાન, ડ્રાઈવર મોહમ્મદ ઇરફાન મોહમ્મદ મુનીરખાન અને કડીયા કામ કરતા હબીબ નવાબ શેખને ઝડપી પાડી તેમની પાસેથી ૧૯ એટીએમ કાર્ડ, ૫ મોબાઈલ ફોન, રોકડા રૂ.૧૫ હજાર અને એક કાર કબજે કરી હતી. પોલીસે તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ છેલ્લા બે મહિનાથી ગુજરાત, મહારાષ્ટ્ર અને યુ.પીના અલગ અલગ શહેરોમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકોને નિશાન બનાવી તેમને મદદ કરવાના બહાને વાતોમાં ભોળવી એટીએમ કાર્ડ અને પાસવર્ડ બદલી પૈસા ઉપાડી લેતા હતા. હાલ તેમની પૂછપરછમાં ઉત્તરપ્રદેશના કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલાયો છે. જાેકે, પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિતેલા બે માસ દરમિયાન સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમમાં પૈસા ઉપાડવા જતા કે જમા કરાવવા જતા ખાતેદારને વાતોમાં ભોળવી તેમના એટીએમ કાર્ડ બદલી બાદમાં પૈસા ઉપાડી લેવાના ઉપરાછાપરી બનાવોમાં પણ આ જ ટોળકી સામેલ છે. ઝડપાયેલા ચાર પૈકી ત્રણ રીઢા ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે. તૌફીકખાન ઉર્ફે બબ્બુ મુસ્તકીમ મહારાષ્ટ્રના શિરપુર પોલીસ મથકમાં ઠગાઈ, લૂંટ સહિતના ચાર ગુનામાં ઝડપાયો છે. ઉપરાંત ઉતરપ્રદેશના સુલતાનપુર કોતવાલી નગર પોલીસ સ્ટેશનમાં ચાર ગુનામાં ઝડપાયો છે. રીયાઝ ખાન બે વર્ષ અગાઉ ઉતરપ્રદેશના ચથવાળા પોલીસ સ્ટેશનમાં ઝડપાયો હતો. હબીબ નવાબ શેખ વર્ષ ૨૦૧૫ માં મહારાષ્ટ્ર આઝાદ નગર પોલીસ સ્ટેશનમાં બેંકમાં લૂટના ગુનામાં ઝડપાયો હતો તેમજ ધુલિયા એલસીબીએ તેને બનાવટી ચલણી નોટના ગુનામાં પકડયો હતોગુજરાત, મહારાષ્ટ્ર અને યુ.પીના અલગ અલગ શહેરોમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકોને નિશાન બનાવી એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડતી ટોળકીને સુરત સાયબર ક્રાઈમ પોલીસ અને પાંડેસરા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડી તેમની પાસેથી ૧૯ એટીએમ કાર્ડ, ૫ મોબાઈલ ફોન, રોકડા રૂ.૧૫ હજાર અને એક કાર કબજે કરી હતી. છેલ્લા બે મહિનાથી જ સક્રિય થયેલી ટોળકી વધુ ગુનાઓને અંજામ આપે તે પહેલા પોલીસે પકડી પાડી સુરતના ચાર અને ઉત્તરપ્રદેશના એક ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution