મોડાસામાં કોંગ્રેસી અગ્રણીઓ પાસેથી પોલીસે કૃષિ બીલની પ્રત ઉઘરાવી લીધી

અરવલ્લી : ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે. જેને એક મહિનો પુરો થવા જઇ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે પણ સરકાર કાયદા પરત લેવા તૈયાર નથી. કૃષિ કાયદાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવ્યાં છે.ભાજપે રાજ્યમાં ખેડૂત સંમેલન ઉપરાંત ખાટલા બેઠકો યોજી ખેડૂતોને સમજાવવા પ્રયાસો કર્યા છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ દિલ્હી સ્થિત આંદોલન પર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં અને નવો કૃષિ કાયદો પરત લેવાની માંગ સાથે મોડાસા ચાર રસ્તા પર કૃષિ બિલ ફાડી વિરોધ નોંધાવ્યો હતો.સરકાર સામે ઉગ્ર સુત્રોચાર કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરો પાસેથી નવા કૃષિ બીલની પ્રત ઉઘરાવી રહી હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં રમૂજ ફેલાઈ હતી. આખરે નવા કૃષિ બિલનો વિરોધ કરી રહેલા કોંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution