માત્ર ૩.૫ ઈંચ વરસાદમાં પૂર્વ વિસ્તારની ૨૦૦ સોસા.માં પાણી ભરાયા !
20, જુલાઈ 2022

વડોદરા, તા.૧૯

ગઈકાલે મોડીરાત થી વહેલી સવાર સુઘી થયેલા સાડા ત્રણ ઈંચ વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સવારે નોકરી ઘંઘાર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.જાેકે, તેમાય શહેરના પૂર્વ વિસાતારની ૨૦૦ જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.જાેકે, આજે દિવસ દરમિયાન છુટાછવાયા વરસાદી ઝાપટાને બાદ કરતા વરસાદે લગભગ વિરામ પાળતા મોટાભાગના વિસ્તારોમાં પાણી ઉતરી જતા લોકોએ રાહત અનુભવી હતી.પરંતુ નિચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ તેમજ વસાહતોમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

સોમવારે રાત્રે ૧૧ વાગ્યા થી એકાએક ઘોઘમાર વરસાદ શરૂ થયો હતો. અને વહેલી સવાર સુઘીમાં ૮૫ મી.મી. એટલે સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા શહેરના અનેક મુખ્યમાર્ગો તેમજ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા.જેના પગલે રોડ પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.તેમાય ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં હાઈવે થી આવતા પાણી ઉપરાંત વરસાદી પાણીનો ઝડપ થી નિકાલ થતો ન હોંવાથી પૂર્વ વિસ્તારની ૨૦૦ જેટલી સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.પૂર્વના બાપોદ,વાધોડિયા રોડ, એકતાનગર, સયાજી પાર્ક, સરદાર એસ્ટેટ ની આસપાસનો વિસ્તાર,આજવા રોડ પર અનેક સ્થળે પાણી ભરાયા હતા. ઉપરાંત શહેરના કાશીવિશ્વનાથ મંદિર તેમજ મુખ્ય રોડ પર પણ ઘુંટણ સમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.તરસાલી-મકરપુરા રોડ પર આવેલા રિદ્ધિ ફ્લેટના રહેવાસી પ્રિયા મોહિતેએ જણાવ્યું હતું કે, પાણી ભરાતા સોસાયટીના રહીશોને મુશ્કેલી પડી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution