રાજકોટ, રાજકોટના રામનાથપરા વિસ્તારમાં આવેલા ભવાનીનગર-૨માં રહેતા કપિલ ચૌહાણની ૧૦ વર્ષની પુત્રી ખુશાલીએ રવિવારે બપોરે ઘરમાં ચૂંદડીથી ગળાફાંસો ખાઇ લીધો હતો. બાદમાં પુત્રીને બેભાન હાલતમાં સારવાર માટે ગુંદાવાડી હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીનું મોત નીપજ્યાનું જાહેર કરી પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી.કડિયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા કપિલભાઇની પૂછપરછમાં, તેમને સંતાનમાં બે દીકરી, એક દીકરો છે. ૧૦ વર્ષની ખુશાલી સૌથી મોટી હતી અને ધો.૫માં ભણતી હતી. પત્ની પણ આર્થિક મદદરૂપ થવા દેરાસરમાં કામ કરે છે. દરમિયાન આજે નાનામવામાં રહેતા કૌટુંબિકને ત્યાં હવનનો પ્રસંગ હોય ત્યાં જવા માટે બધા તૈયાર થયા હતા. ત્યારે ખુશાલીને તૈયાર થવાનું કહેતા તેને સાથે આવવાની ના પાડી દીધી હતી. જીદ્દી સ્વભાવની પુત્રી ખુશાલીને સાથે આવવાનું કહેવા છતાં તેને આવવાની ના પાડતા પોતે, પત્ની અને બે સંતાનને લઇ હવનના ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા.બાદમાં બપોરે ઘરે પરત આવતા દરવાજાે બંધ હતો. ઘણી વખત દરવાજાે ખખડાવવા છતાં નહિ ખોલતા ઘરની પાછળની બારીએ જાેવા ગયા હતા. ત્યારે પુત્રી ખુશાલીને લટકતી હાલતમાં જાેઇ હતી. બાદમાં તુરંત દરવાજાે તોડી પુત્રીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ તે પહેલા પુત્રીનું મોત નીપજ્યું હતું. માત્ર દશ વર્ષની પુત્રીએ ભરેલા પગલાંથી માતા-પિતા હતપ્રભ થઇ ગયા હતા.