લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
12, એપ્રીલ 2026 |
વડોદરા |
2178
વડોદરા શહેર ભાજપા દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ કેટલાક વોર્ડના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ભાજપા કાર્યાલય પહોંચીને સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી હતી. ટિકિટોની વહેંચણીને લઈને થયેલા ભડકાને કારણે ક્યાંક વોર્ડ સંગઠન તો ક્યાંક શહેર સંગઠન અને પૂર્વ કાઉન્સિલરો નિષ્ક્રિય જાેવા મળી રહ્યા છે. ત્યારે નારાજ કાર્યકરોને મનાવવાની જવાબદી ક્યાંક ધારાસભ્યોએ અને સિનિયર નેતાઓએ વચ્ચે પડવું પડ્યું છે. પરંતુ નારાજ કાર્યકરો માનવાના મૂડમાં નથી. ઉલ્લેખનિય છે કે, ભાજપા દ્વારા ટિકિટોની જાહેરાત કરાઈ જેમાં ગત બોર્ડના ૧૬ કાઉન્સિલરોને રીપીટ કરવામાં આવ્યા હતા.
જ્યારે ૭ પૂર્વ કાઉન્સિલરોને ટિકિટ આપવામા ંઆવી છે. જ્યારે ૫૩ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે મોટાભાગના વોર્ડમાં ટિકિટોની વહેંચણીને લઈને કાર્યકરોમાં નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે ભાજપા દ્વારા નારાજ કાર્યકરોને મનાવવાનો પ્રયાસ શરૂ કરાયો હોવાનું જાણવા મળે છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં આજે ટિકિટ મેળવનારા ભાજપાના ઉમેદવારોને જનસેવા સંકલ્પના શપથના કાર્યક્રમની સાથે હર્ષ સંધવીએ વોર્ડ-૧,૩ અને વોર્ડ ૬ના ચૂંટણી કાર્યાલય ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. જાેકે, ટિકિટની જાહેરાત થયા બાદ અનેક વોર્ડમાં પૂૂર્વ કાઉન્સિલરો, દાવેદારો કપાતા નારાજગી જાેવા મળી રહી છે.
તે આજે નાયબ મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન સ્પષ્ટ જાેવા મળી હતી. અલગ અલગ વોર્ડમાં નાયબ મુખ્યમંત્રીની ચૂંટણી કાર્યાલય ખાતેની મુલાકાત દરમિયાન ક્યાંક સંગઠનના હોદ્દેદારો તો ક્યાંક કપાયેલા કાઉન્સિલરો અને ટિકિટ માટે દાવેદારી કરનારા નિષ્ક્રિય જાેવા મળ્યા હતા. ઉલ્લેખનિય છે કે, ભાજપા દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ કેટલાક વોર્ડના કાર્યકરો દ્વારા રજૂઆત કરીને સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી છે. તો અન્ય વોર્ડમાં પણ કાર્યકરોમાં નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે કેટલાક વોર્ડમાં કાર્યકરોની નિષ્ક્રિયતા સ્પષ્ટ રીતે જાેવા મળે તેવી ચર્ચા ભાજપા વર્તુળોમાં થઈ રહી છે.