/
સુરત શહેરમાં કોરોનાથી વધુ ૧૦ મોતઃનવા ૧૭૩ કેસ

સુરત,

સુરત શહેરમાં દિન પ્રતિદિન કોરોના વાયરસનો કહેર વર્તાઇ રહ્‌ના છે. તેમ છતાં લોકો હજુ પણ સાવચેતી રાખી રહ્‌ના નથી. કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા અનેક પગલાઓની સાથે ૧૦૪ અને ધન્વંતરી રથની સેવા પણ શરૂ કરી છે. તેમ છતાં હજુ પણ કુદકેને ભુસકે કેસોમાં વધારો થઇ રહ્‌ના છે.  

બુધવારે સુરત શહેરમાં કોરોનાથી વધુ ૧૦ના મોત થયા હતા અને નવા ૧૭૩ કેસ સામે આવ્યા છે. આ સાથે શહેરમાં અત્યાર સુધી ૭૭૧૩ આંક નોધાયો છે.વધુ ચાર વ્યકિતઓના નિપજ્યા હોવાનું જાણવા મળતાં કુલ   મૃત્યુઆંક ૩૩૯ પર પહોચ્યો છે. 

અમદાવાદ બાદ સુરતમાં કોરોના વાયરસના કેસો વધવાના કારણે રાજયના આરોગ્ય સચિવ જયંતિ રવિ બાદ રાજય સરકારના મહેસુલ વિભાગના અગ્ર સચિવ પંકજકુમારને સુરતની વિશેષ જવાબદારી સોપવામાં આવી છે. મંગળવારે પંકજકુમારે આરોગ્ય લક્ષી એક બેઠક પણ યોજી હતી. આમ સુરતમાં કોરોના વાયરસનો કહેર કંઇ રીતે ઓછો થાય તે માટે સરકાર તમામ પ્રકારના પગલા લઇ રહી છે. પરંતુ કેસો દિવસેને દિવસે વધી રહ્‌ના છે.

ટેક્ષટાઇલ માર્કેટ , હિરા ઉદ્યોગ અને અન્ય દુકાનદારો સ્વૈચ્છીક લોકડાઉન તરફ વળી રહ્‌ના છે. કેટલાંક વેપારીઓએ કામના કલાકો પણ ઘટાડી દીધા છે. આમ લોકો હવે આરોગ્યલક્ષી ચિંતા કરવા લાગ્યા છે. બુધવારે આ સાથે સુરત શહેરમાં અત્યાર સુધી ૭૭૧૩ દર્દીઓ નોધાઇ ચુકયા છે.  

અત્યાર સુધી ૫,૪૮૪ લોકો સાજા થઇને ઘરે પહોચી ગયા છે. કોરોના વાયરસના કેસોની સાથે મૃત્યુના કેસો પણ વધી રહ્‌ના છે. બુધવારે વધુ દર્દીઓ કોરોનાના સંક્રમણનો ભોગ બનતાં સુરત વાસીઓમાં ચિંતા પ્રસરી ગઇ હતી. ટેક્સટાઇલ માર્કેટો બંધ રહી હતી જેથી માર્કેટમાં કોરોના ન ફેલાય. આરોગ્ય તંત્ર ખડેપગે કામગીરી કરી રહી છે. સુરતવાસીઓ હાલ તો ફફડાટના માહોલમાં જીવી રહ્યા છે.

નવસારી જિ.માં કોરોના વધુ ચારને ભરખી ગયો : નવા આઠ કેસ નોંધાયા

રાનકુવા, તા.૧૫

સુરતની સાથે તેને અડીને આવેલા નવસારી જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ ધીરેધીરે વધી રહ્‌નાં છે. સંક્રમીત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ આઠ પોઝિટિવ કેસ સામે આવવાની સાથે વધુ ચાર વ્યક્તિઓને ભરખી જતા જિલ્લાના લોકો રીતસરના ફકડી ઉઠયા છે બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગ માં દોડધામ મચી જવા પામી છે. આ સાથે નવસારી જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૩૦૨ ઉપર પહોચી ગઈ છે. જ્યારે મોતની સંખ્યા ૧૯ ઉપર પહોંચી છે.નવસારી જિલ્લામાં કોરોના ને લઈને ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. દર્દીઓની વધી રહેલી સંખ્યા થી વહીવટીતંત્ર સહિતના લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે લેવાયેલા સેમ્પલનો લેબ પરીક્ષણ રિપોર્ટ આજે આવતા કોરોના પોઝિટિવ વધુ આઠ કેસ સામે આવ્યા છે.આજે ડિટેક્ટ થયેલા કોરોના પોઝિટિવ દર્દીઓમાં કબીલપોરના આનંદ મંગલ સોસાયટીમાં રહેતા યુવક, જલાલપોરના ખોડીયારનગરમાં રહેતા ૨૬ વર્ષીય યુવક, નવસારી ડભલાઈ કોળીવાડ ફળિયુમાં રહેતા ૩૭ વર્ષીય યુવક, જલાલપોર દેલવાડા ગાંધી ફળિયુ ખાતે રહેતા ૬૦ વર્ષીય પુરુષ અને જલાલપોર રોડમાં રહેતા પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution