સુરત, તા.૫ 

સુરતમાં રવિવારે કોરોનાથી વધુ ૧૧ ના મોત થયા હતા. નવા ૨૬૪ કેસો નોધાયા હતા. કુલ કેસ ૬૪૯૬ અને કુલ મરણાંક ૨૪૯ થયો હતો. કોરોના સ્થિતિ ખુબજ ભંયકર બની છે.સરકાર દ્વારા તથા તમામ પ્રયાસો વચ્ચે કોરોના પોઝિટિવ કેસ તીવ્રગતિએ વધી રહ્યા છે. જે રીતે રોકેટની ગતિએ કેસો વધી રહ્‌ના છે જેને ધ્યાને લઈને તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલના બેડ રિર્ઝવ રાખવામાં આવ્યા છે છતાંયે બેડ ખુટી પડે તેવુ જણાતા હવે કોમ્યુનીટી હોલમાં સુવિદ્યા ઉભી કરવામાં આવી રહી છે.સુરત શહેરમાં કોરોનાના કેસો વધતા ખુદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સચિવોની ટીમ શનિવારે સુરતની મુલાકાતે દોડી આવી હતી. અને મનપા કમિશનર, જિલ્લા કલેકટર સહિતના સંબંધીત વિભાગ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. મુખ્યમંત્રી નવી સિવિલ હોસ્પિટલની કીડની અને સ્ટેમસેલ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની અને ૨૦૦ નવા વેન્ટીલેટરની સુવિધા આપવાની જાહેરાત કરી હતી. સુરતમાં કોરોનાનો કાળો કેર યથાવત જોવા મળ્યો છે. કોરોનાએ અનલોકમાં મળેલી છુટછાટ બાદ પાછુ વળીને જોયુ નથી.