ચેન્નઇ-

તમિલનાડુના રાજભવનમાં ગુરુવારે કોરોના વાયરસના 84 કેસ સામે આવ્યા છે. જેમાં રાજભવનમાં તહેનાત સુરક્ષાકર્મી અને ફાયરકર્મી સહિત અન્ય 84 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજભવન તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેમાંથી કોઈપણ સ્ટાફ ગવર્નર કે અન્ય કોઈ વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં આવ્યો નથી.

હાલ સમગ્ર રાજભવન અને તમામ ઓફિસને ખાલી કરીને સેનિટાઈઝ કરવામાં આવી રહી છે. તમામ સંક્રમિત લોકોને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ક્વોરન્ટાઈનમાં મોકલવામાં આવ્યા છે.

ત્યાંજ રાજ્યમાં કુલ કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 1 લાખ 86 હજાર ૪૯૨ થઈ ગઈ છે. તેમાંથી 3,144 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે અત્યાર સુધી 1 લાખ 31 હજારથી વધારે દર્દી સાજા થઈ ગયા છે. ત્યાંજ 51 હજારથી વધારે દર્દીઓની સારવાર ચાલી રહી છે.