રાજકોટ-

શહેર અને ગ્રામ્યમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ 21 દર્દીઓના કોરોનાના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 21 દર્દીઓના મોત થવાના કારણે તંત્ર ગંભીર છે. જ્યારે આજે 41 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.

શહેરમાં કુલ કોરોનાના પોઝિટિવ કેસની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કોરોનાના 5170 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 3930 દર્દીઓને શહેરની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં સતત કોરોનાના પોઝિટિવ કેસ વધવાના કારણે રાજ્યનું આરોગ્ય તંત્ર પણ ચિંતિત જોવા મળી રહ્યું છે. રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દીઓના મોત થયા છે.