સામાન્ય રીતે દરેક લોકોના ઘરમાં ઘઉંની રોટલી અને બાજરીના રોટલા તો બનતા જ હશે. પરંતુ શું તમે ક્યારેય લસણીયા જુવાર-બાજરીની રોટલી ખાધી છે? જો તમે આ રોટલી ના ખાધી હોય તો આજે અમે તમને બનાવવાની રીત જણાવીશું. તમને ખાધા પછી વારંવાર ખાવાની ઇચ્છા થશે.

સામગ્રી:

1/2 કપ જુવારનો લોટ,1/2 કપ બાજરીનો લોટ,1/2 ચમચી લસણની પેસ્ટ,1/2 ચમચી લીલા મરચાંની પેસ્ટ,1 ચમચી તલ,મીઠું,ઘી

બનાવવાની રીત:

એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી તેમાં જરૂરી હૂંફાળું પાણી નાખી નરમ કણીક તૈયાર કરો. ત્યારબાદ તેમાંથી લૂઆ કરી લો. સૂકા જુવારના લોટની મદદથી તેમાંથી રોટલી વણી લો. પછી એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર રોટલી મૂકી બંને બાજુથી સરખી રીતે શેકી લો. તે પછી તેને પલટાવીને તેની બીજી બાજુ થોડી વધુ સેકંડ સુધી શેકી લો. આમ તૈયાર થયેલી રોટલીને ચીપીયા વડે પકડીને ખુલ્લા તાપ પર રોટીની બન્ને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. આ જ રીતે તેમાંથી બીજી રોટલીઓ પણ તૈયાર કરી લો. ગરમ રોટલી પર ઘી ચોપડીને તરત જ પીરસો.