/
ઋતુના સંધિકાળે શરદી, ખાંસી, તાવની બીમારી વકરી

વડોદરા, તા.૩

સમગ્ર રાજ્યમાં હવામાને કરવટ બદલતાં એકાએક વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. એટલું જ નહીં શિયાળાની ઋતુમાં ચોમાસાની એન્ટ્રી કરતા બેવડી ઋતુનો અહેસાસ થયો હતો. નગરવાસીઓ શિયાળો અને ચોમાસુ બંને ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આ ડબલ ઋતુમાં શરદી ખાંસી તાવ જેવા ઇન્ફેક્શને તેનો પંજાે ફેલાવ્યો છે અને આ વાયરલ ઇન્ફેક્શનના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘેર ઘેર બીમારીઓના ખાટલા જાેવા મળી રહ્યા છે. આજે રવિવારના દિવસે સરકારી હોસ્પિટલમાં સંખ્યાબંધ દર્દીઓ શરદી, ખાંસી, તાવની ફરિયાદ સાથે સારવાર માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની નોબત આવી હતી. આજે દિવસ દરમિયાન સયાજી તેમજ ગોત્રી હોસ્પિટલ તથા કારેલીબાગ ખાતે આવેલ આઈડી હોસ્પિટલમાં ૧૫૦ થી વધુ દર્દીઓ સારવાર અર્થે આવી પહોંચ્યા હતા. ફરજ પરના તબીબો એ આ તમામ દર્દીઓને મેડિકલ તપાસ કર્યા બાદ તેઓની સારવાર આપી દવા ઇન્જેક્શન આપીને રવાના કરવામાં આવ્યા હતા. હાલ કમોસમી પડી રહેલા વરસાદને કારણે મચ્છરજન્ય રોગચાળાએ પણ નગરવાસીઓને ભરડામાં લેવાનું શરૂ કર્યું છે ત્યારે ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગ તેનો પંજાે ફેલાવે તેવી શક્યતાને નકારી શકાતી નથી ત્યારે તેના સાવચેતીના ભાગરૂપે પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્ય લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને રોજ કરવામાં આવતી કામગીરીમાં સંખ્યાબંધ શંકાસ્પદ ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા ટાઈફોડ તથા ઝાડા ઉલટીના લક્ષણો ધરાવતા વ્યક્તિઓ મળી આવતા તેમના સેમ્પલો લઈ તેની ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં ડેન્ગ્યુના ચિકનગુનિયાના ટાઈફોઈડ, મેલેરિયા તથા ઝાડા ઉલટી ના કેટલાક કેસો મળી આવે છે. જ્યારે વાયરલ ઇન્ફેક્શનની અસર ધરાવતા સંખ્યાબંધ વ્યક્તિઓ મળી રહ્યા છે. ત્યારે ડબલ ઋતુમાં વાયરલ ઇન્ફેક્શન તેમજ ઋતુજન્ય, પાણીજન્ય તથા સીઝનલ રોગચાળો વડોદરા શહેર તેમજ તેના આસપાસના વિસ્તારમાં વધું ન વકરે તે માટે આરોગ્ય લક્ષી કામગીરી કરવામાં આવી રહી હોવાનું તબિયત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution