02, ફેબ્રુઆરી 2021
1089 |
અમદાવાદ-
અમદાવાદ શહેરમાં છેલ્લા 10 મહિના બાદ કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. જેના કારણે રાજ્યના તમામ નાગરિકો રાહતનો શ્વાસ અનુભવી રહ્યા છે. કોરોના કેસમાં હજુ પણ છેલ્લા ઘણા દિવસથી ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાનો કેસ કાબુમાં આવતા માઇક્રો કન્ટેઇનમેન્ટ વિસ્તાર તરીકે ફક્ત એક જ વિસ્તારને રાખવામાં આવ્યો છે.કોરોના મહામારીથી સમગ્ર વિશ્વ છેલ્લા દસ મહિનાથી સામનો કરી રહ્યું છે. તેના નિવારણ માટે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઈન વોરિયર્સને વેક્સિનેશન કરવામાં આવ્યું છે. હાલ કોરોનાના કેસમાં ઘટાડાને લીધે અમદાવાદીઓમાં રાહતની લાગણી છે.