રાજયના આ શહેરમાં SOG પોલીસનો સપાટો, 36 કિલો ગાંજા સાથે ચાર ઝડપાયા
22, જુલાઈ 2021 693   |  

જામનગર-

જામનગર જીલ્લાના ધ્રોલ નજીકથી ૩૬ કિલો ગાંજા સાથે ૪ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે. ધ્રોલ પોલીસની ટીમ અને જામનગર એસએજી ટીમને મળેલી બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.ધ્રોલ નજીક વાંકીયા પાસે રોડ ઉપરથી ૪ ઇસમોને કુલ ૩૬ કિલો ૯૦૦ ગ્રામ ક્રી. રૂ.૩,૬૯,૦૦૦ તથા ગાંજાના જથ્થા ૧ ટ્રક, અલ્ટો કાર સાથે મળી કુલ મુદ્દામાલ કી. રૂ.૨૩.૮૦ લાખ સાથે ચારેય ઇસમો વિરૂધ્ધ એડીપીએસએસીટી મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી. કરાવેલ છે.

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા રોડ ઉપર આરોપીઓ અનિરૂધ્ધસિંહ ઉમેદસિંહ જાડેજા જાતે દરબાર ઉ.૨૮ ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહે. જાેડીયા દલનો વાસ તા. જાેડીયા જી.જામનગર તથા જેકબ ક્રિસચન ઉ.૪૧ ધંધો. ટ્રક કલિનર રહે. મચ્છરનગર હાઉસીંગ બોર્ડ કોલોની બ્લોક નં. ૧૩ જામનગર તથા શાહરૂખ ઉર્ફે ભુરો સફીભાઇ હાસમણી જાતે મેમણ ઉ.૨૭ ધંધો પ્રાઇવેટ નોકરી રહે. ધ્રોલ રજવી સોસાયટી તા. ધ્રોલ જી. જામનગર તથા જાવીદ કાસમભાઇ જામ જાતે વાઘેર ઉ.૩૨ ધંધો રી.ડ્રા.રહે.ધ્રોલ ગાયત્રીનગર રાજકોટ હાઇવે રોડ, જી.જામનગર વાળાઓએ પોતાના કબ્જામાં ગે.કા.પાસ પરમીટ વગર ૩૬ કિલો ૯૦૦ ગ્રામ કી.રૂ.૩,૬૯,૦૦૦ નો ગાંજાે તથા ટ્રક નં.જીજે-૧૦-ટીવી-૯૮૭૬ ની કી. રૂ.૧૫ લાખ તેમજ ટ્રકમાં ભરેલ પ્લાઇવુડની કી. રૂ.૩,૫૫,૨૮૧ સહીત કુલ કીમત રૂ. ૧૮,૫૫,૨૮૧ ની તથા મારૂતી સુઝીકી અલ્ટોકાર નં. જીજે-૧૮-એએમ ૦૮૨૨ કી. રૂ.એક લાખ તેમજ રોકડા રૂ.૨૩,૨૦૦ તેમજ મોબાઇલ ફોન નં.૪, કુલ કી. રૂ. ૪૦,૦૦૦ તથા વજનકાંટાની કી. રૂ.૫૦૦ ગણી કુલ રૂ.૨૩,૮૭,૯૮૧ ના મુદ્દામાલ સાથે પકડાય ગયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution