પશ્ચિમ બંગાળમાં પાંચ લાખ ઘૂસણખોરોના નામ મતદાર તરીકે ઉમેરી દેવાયા

કોલકત્તા-

પશ્ચિમ બંગાળમાં આ વર્ષે એપ્રિલ- મે મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ અને ટીએમસી વચ્ચે શાબ્દિક યુધ્ધ ચાલી રહ્યુ છે. ભાજપે હવે એવો આરોપ મુક્યો છે કે, બંગાળના મતદારોમાં પાંચ લાખ રોહિંગ્યાના નામ ઉમેરી દેવાયા છે.ચાય પે ચર્ચા નામના કાર્યક્રમમાં તેમણે કહ્યુ હતુ કે, આ મતદારોમાં ઘૂસણખોરોના નામ પણ સામેલ છે.પશ્ચિમ બંગાળની સરહદનો ઉપયોગ કરીને ઘૂસણખોરો અને રોહિંગ્યા પ્રવેશ કરી રહ્યા છે.દેશને અસુરક્ષિત બનાવી રહ્યા છે. 

પશ્ચિમ બંગાળમાં એપ્રિલમાં ચૂંટણી યોજાય તેવી શક્યતાઓ છે. દરમિયાન ભાજપ અને ટીએમસી વચ્ચેનો જંગ વધારે ઉગ્ર બની રહે તેવા એંધાણ મળી રહ્યા છે. ભાજપના બંગાળ અધ્યક્ષ દિલિપ ઘોષે કહ્યુ હતુ કે, લોકો હવે ટીએમસીથી છુટકારો મેળવવા માંગે છે અને એટલે અમારી પાસે આવી રહ્યા છે.ટીએમસીના લોકોને સત્તા ગુમાવવાની ચિંતા છે એટલે તેઓ ભાજપના કાર્યકરો પર હુમલા કરી રહ્યા છે. 



સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution