ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના અને ગીર જંગલ પંથકમાં વરસાદી માહોલ વચ્ચે ઠંડા પવન સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જે સવારથી પણ ધીમી ધારે વરસી રહ્યો છે. જિલ્લામાં રાત્રિથી લઈ સવાર સુધીમાં સૌથી વધુ ગીર-ગઢડામાં ૫ ઈંચ તથા બાકીના પાંચેય તાલુકામાં સરેરાશ ૨થી ૩ ઈંચ વરસાદ વરસી ગયો છે. આજના ભારે વરસાદને પગલે ગીર-ગઢડાની રૂપેણ સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જાેડતા અનેક રસ્તાઓ અને પુલો પર પૂરના પાણી ફરી વળેલા નજરે પડ્યા છે. તો જિલ્લાના ડેમોમાં પણ ધીમી ધારે નવા નીરની આવક જાેવા મળી રહી છે. ગઈકાલથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં ઠંડો પવન ફૂંકાવવાની સાથે ઘટાટોપ વાદળો બંધાયાં બાદ છએય તાલુકાઓમાં ક્રમશઃ વારાફરતી ધીમી ધારે વરસાદ વરસવાનું ચાલુ થયો હતો. આખી રાત દરમિયાન ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારનો વરસાદ અવિરત વરસ્યા બાદ સવારથી પણ સૂર્ય નારાયણની ગેરહાજરી વચ્ચે મેઘાવી માહોલમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગતરાત્રિના ધીમી ધારે વરસ્યા બાદ વહેલી સવારના પાંચેક વાગ્યાથી ગીર-ગઢડા શહેર-પંથકમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જેમાં રાત્રિના એકાદ ઈંચ બાદ સવારે ચાર કલાકમાં વધુ ૪ ઈંચ વરસાદ ખાબકી જતાં પંથકમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદના પગલે ગીર-ગઢડા પંથકની નાની-મોટી તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હોય એમ બર કાંઠે વહેતી જાેવા મળતી હતી. પંથકની મછુન્દ્રી, સાંગવાડી, સાહી અને રૂપેણ જેવી મુખ્ય નદીઓમાં ઘોડાપૂર આવેલું નજરે પડતું હતું. આ નદીઓમાં આવેલા પૂરના પાણી પંથકના ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકે જાેડતા માર્ગો અને તેના પુલો પર ફરી વળતાં વાહનવ્યવહાર અમુક સમય માટે બાધિત થયો હતો, જેમાં ગીર-ગઢડાથી હરમડિયા અને ઘોકડવાને જાેડતા બન્ને મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં બેએક કલાક સુધી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ માર્ગે પર ઠેરઠેર ધસમસતા વરસાદી પાણી વહેતા જાેવા મળી રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને હવામાન વિભાગે હજુ પણ ગુજરાતમાં બે દિવસની ધોધમાર વરસાદની આગાહી આપી છે. ચારે બાજુ હજુ પાણી ઉતર્યુ નથી એ વચ્ચે ભારે વરસાદની આગાહીથી તંત્રપણ સતર્ક બની ગયુ છે.

ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જાેવા મળતાં પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી. રાજકોટ શહેરમાં ગઈકાલે ભારે વરસાદને પગલે ચારેબાજુ પાણી જ પાણી ભરાઈ ગયા હતા.એ સમયે પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી હતી. જ્યાં શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જાેવા મળી હતી. આ અંગે આજે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ અમે શહેરના લગભગ તમામ રાજમાર્ગ અને મુખ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા ઝ્રઝ્ર્‌ફ નેટવર્કનો ઉપયોગ રસ્તાના ખાડાઓ શોધવા માટે કરી રહ્યા છીએ. અને ખાડા શોધીને તેને બુરવાની સૂચના પણ મે ત્રણે ઝોનના સીટી ઇજનેરોને આપી દીધી છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,ગઈકાલથી જ તમામ ઇજનેરોને પોતપોતાના ઝોન અને વોર્ડમાં ઝ્રઝ્ર્‌ફમાંથી નિહાળીને ખાડા બુરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મેટલ, મોરમ જે પ્રકારે ખાડા બુરાતા હોય તે કેમેરામાંથી જાેઇને તુરંત સુચના આપવા અને વાહન ચાલકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે બાબત ધ્યાને રાખવા સૂચનાઓ જાહેર કરી હતી.

રાજકોટના વીરપુર-જસદણમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસતા પાણીપાણી

રાજકોટ, રાજકોટના. વીરપુર અને જસદણ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો હતો. જસદણ અને આટકોટમાં સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. તેમજ ખેતરો પણ પાણી પાણી થયા છે. જયારે રાજકોટ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યાં વરસાદી ઝાપટા અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વીરપુર સહિત પીઠડીયા,મેવાસા,જેપુર, હરિપર,ઉમરાળી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ઉપલેટા તાલુકાના સાજડીયારી ગામ પાસેથી પસાર થતા પૂલની એક સાઈડમાં ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે. વોકળામાં પાણીની પુષ્કળ આવકને લઈ અને પૂલના એક સાઈડનું ધોવાણ થયું છે. જેને કારણે પૂલનો અમુક ભાગ ધરાશાયી થયો છે. હાલ સાજડીયારીથી ટીબડી જવા માટેના વાહન ચાલકો હેરાન થયા છે. ગત વર્ષે પણ આ પુલના ભાગનું થયું હતું ધોવાણ તેવી પણ વિગતો સામે આવી છે. એ સમયે ઇદ્ગમ્ વિભાગ દ્વારા માત્ર માટી નાખીને કામચલાઉ રીપેરીંગ કરવામાં આવ્યું હતું. હાલ વરસાદી વાતાવરણ છે. જાે ધોધમાર વરસાદ પડશે તો દુર્ઘટના સર્જાય શકે છે. હાલ વરસાદને પગલે શહેરના માંડાડુંગર વિસ્તારમાંથી એક અજગર મળી આવ્યો હતો. જેનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

જામનગર-દ્વારકામાં સાડાચાર ઇંચ વરસાદ વરસ્યો

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં એક ઇંચથી લઈ સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈ રસ્તા પર પાણી ફળી વળ્યા હતા. બીજી તરફ ભારે વરસાદની આગાહીના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકામાં એનડીઆરએફની એક-એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલા વરસાદના સતાવાર આંકડાઓ જાેઈએ તો આજે સવારે પૂર્ણ થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયામાં ૨ ઇંચ, કલ્યાણપુરમાં ૧ ઇંચ, ભાણવડ અને દ્વારકામાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગર જિલ્લામાં તાલુકા મથકે વાત કરવામાં આવે તો કાલાવડમાં સવા ઇંચ, જામજાેધપુરમાં અડધો ઇંચ, જામનગર શહેરમાં ૨ ઇંચ, જાેડીયામાં સાડા ચાર ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.