કોરોના કાળમાં પ્રાણાયામને દિનચર્યામાં સામેલ કરો

ન્યુ દિલ્હી, તા.૨૧ 

યુએનએ આપેલી માન્યતા પછી વિશ્વભરમાં યોગનુંમહત્વ સ્વીકારાયું છે. યુરોપનાદેશ ઉપરાંત મુસ્લીમ દેશોએ પણ યોગને અપનાવ્યો છે. આજે વિશ્વભરમાંયોગ દિની ઉજવણી થઇ હતી. દરેક દેશના રાજકીય મહાનુભાવો ઉપરાં વિવિધ ક્ષેત્રની સંલિબ્રિટીઓ પણ યોગ કરી રહી હતી. કોરોનાને કારણે મોબાગની સેલિબ્રિટીએ પોતાના ઘરમાં કે સોશ્યલ ડિસ્ટન્સ સાથે જીમમાં કે જાહેરમાં યોગાસન કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૨૧ જૂને છઠ્ઠા આંતરાષ્ટÙીય યોગ દિવસના કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં જણાવ્યું હતું. યોગ એકતાની તાકાત તરીકે ઊભરી આવ્યો છે અને તે કોઈ પણ પંથ, રંગ, જાતિ, આસ્થા અથવા રાષ્ટÙ વચ્ચે ભેદભાવ નથી ધરાવતો અને યોગ તેનાથી પર છે. જે આપણને એક કરે, ભેગા કરે તે યોગ, જે બે વ્યÂક્ત વચ્ચેના અંતરે ઓછું કરે તે યોગ, એમ પણ તેમણે કÌšં હતું. આંતરરાષ્ટÙીય યોગ દિવસ એક પ્રકારે એકતાનો દિવસ છે. તે વિશ્વ બંધુત્વના સંદેશનો દિવસ છે. કોરોનાના આ સંકટમાં વચ્ચે વિશ્વભરના લોકોમાં તેનો ઉત્સાહ છે. કોરોના શ્વસનતંત્ર ઉપર હુમલો કરે છે, પ્રાણાયામ ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરવામાં મદદરૂપ છે.આજે આપણે સામાજિક કાર્યક્રમોથી દૂર રહીને ઘરે પરીવારના લોકો સાથે યોગ કરી રહ્યા છીએ. જ્યારે પરીવારમાં દરેક લોકો ભેગા થાય છે ત્યારે ઉર્જાનો સંયોગ થાય છે. તે ફેમિલી બોÂન્ડંગને વધારવાનો દિવસ છે. કોરોના મહામારીના કારણે વિશ્વ યોગની જરૂરીયાતને પહેલાથી વધારે છે.

વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પ્રાણાયામને તમારા રૂટિન રોજિંદા જીવનમાં જરૂર સામેલ કરજા. અનુલોમ-વિલોમ સાથે બીજી પદ્ધતિઓને પણ શીખવાની કોશિશ કરજા. યોગની મદદથી લોકોને કોરોના બીમારીને હરાવવામાં મદદ મળી રહી છે. યોગથી આપણને તણાવ દૂર કરી શકીએ તે આત્મવિશ્વાસ પણ મળે છે.

આજે દેશની રાજધાની દિલ્હી સહિત દેશના દરેક રાજ્યોમાં અને સંઘ પ્રદેશોમાં પણ યોગના કાર્યક્રમો યોજાયા હતા. જા કે કોરોના સંક્રમણને કારણે પ્રતિવર્ષની જેમ જાહેર સ્થળોએ આ કાર્યક્રમો ટાળવામાં આવ્યાં હતા.

ઈસ્લામાબાદ ખાતે ભારતીય હાઈ કમિશનની કચેરીના કર્મચારીઓએ યોગ દિનની ઉજવણી કરી હતી. આઈટીબીપીના સૈનિકોએ હિમાલયમાં ૧૬ હજાર ફૂટની ઉંચાઈએ કડકડતી ઠંડીમાં યોગાસન કર્યા હતા.

બીજી તરફ કોલકાતાની હોÂસ્પટલમાં સમગ્ર સ્ટાફે હોÂસ્પટલની અગાસી પર યોગ કર્યો હતો. કોચીના રામકૃષ્ણ સેવાશ્રમના સત્સંગીઓએ પણ યોગાસન કર્યા હતા. ટર્કી ખાતેની ભારતીય એલચી કચેરીના કર્મચારીઓએ યોગ દિનની ઉજવણી કરી હતી. ભારતના પડોશી ભૂતાનના પીએમએ યોગ દિનની ઉજવણીના ફોટા સેર કર્યા હતા. દિલ્હીના લોદી ગાર્ડન ખાતે બીજીપીના કાર્યકર્તાઓએ યોગ દિનની ઉજવણી કરી હતી. જ્યારે દિલ્હી પોલીસે લાલ કિલ્લા સામે યોગાસન કર્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution