લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, એપ્રીલ 2026 |
1980
વૈશ્વિક સ્તરે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂ-રાજનૈતિક તણાવ અને ઊર્જા પુરવઠા શૃંખલામાં આવી રહેલા અવરોધો વચ્ચે ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપી છે. આંતર-મંત્રાલય પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેન્દ્રએ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ઊર્જા સંસાધનોની કોઈ અછત નથી. એક તરફ જ્યાં કોલસો અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો સુચારુ રીતે ચાલી રહ્યો છે, તો બીજી તરફ વિદેશમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી માટે વ્યાપક પગલાં લેવામાં આવી રહ્યા હોવાનો સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે. સરકારનું આ સત્તાવાર નિવેદન અર્થતંત્ર અને બજાર માટે સકારાત્મક સંકેત છે. કોલસા મંત્રાલયના સંયુક્ત સચિવ સંજીવ કુમાર કસ્સીએ દેશમાં વીજ ઉત્પાદનને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે દેશની ખાણો અને વીજ પ્લાન્ટોમાં કોલસાનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, જેના કારણે ગ્રાહકોને ખૂબ જ ટૂંકા નોટિસ પર કોલસાનો પુરવઠો પૂરો પાડી શકાય તેમ છે. દેશની કુલ ઊર્જા જરૂરિયાતોનો લગભગ ૭૦ ટકા હિસ્સો આજે પણ કોલસા આધારિત વીજળીથી પૂરો થાય છે.
કસ્સીએ જણાવ્યું કે વીજ ઉત્પાદન ક્ષમતામાં કોઈ ઘટાડો નથી કારણ કે કોલસાનું ઉત્પાદન તેના વપરાશના સ્તર સાથે સંપૂર્ણ તાલમેલ જાળવીને ચાલી રહ્યું છે. ભારતે ઊર્જાનો સસ્તો અને પર્યાપ્ત પુરવઠો જાળવી રાખ્યો છે. સતત બીજા વર્ષે ૧ અબજ ટન કોલસા ઉત્પાદનનો ઐતિહાસિક લક્ષ્યાંક હાંસલ કર્યો છે.
ઈન્ડસ્ટ્રીમાં પણ ન્ઁય્ સપ્લાયની છૂટ અપાઈ છે
ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસને લઈને સમસ્યાઓ ચાલી રહી છે. ૧૪ દિવસ માટે યુદ્ધ રોકાયું છે, તેવા સમયે ગુજરાતમાં લાખો લોકો માટે એલપીજીને લઈ રાહતના સમાચાર મળ્યા છે. કેન્દ્ર સરકારે હાલ એક મોટો ર્નિણય લીધો છે. ઈન્ડસ્ટ્રીમાં પણ એલપીજી સપ્લાયની છૂટ અપાઈ છે. આ સિવાય ફાર્મા, ફૂડ, હેવી મેટલ, એગ્રિકલ્ચર સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં જરૂરી સપ્લાય આપવા સૂચના અપાઈ છે. કેન્દ્ર સરકારે દિવસની ૦.૨ ટીએમટી એલપીજી ગેસ આપવા છૂટ આપવામાં આવી છે.