દિલ્હી-

વેક્સીનના ઈંતેજાર વચ્ચે દેશમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. મંગળવારે દેશમા કોરોના વાયરસના ૬૦૯૭૫ નવા દર્દી સામે આવ્યા, જે બાદ કુલ કેસ વધીને ૩૧ લાખને પાર પહોંચી ગયા. જાે કે રાહતની વાત એ છે કે દેશમાં કોરોના વાયરસના દર્દીનો રિકવરી રેટ પણ વધી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે હાલ કોરોનાના દર્દીનો રિકવરી રેટ ૭૫ ટકાથી પણ વધુ છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયે રશિયાની SPUTNIK V વેક્સીનને લઈને એક મહત્વની જાણકારી આપી.

પ્રેસ બ્રીફિંગ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યુ, 'રશિયામાં રજિસ્ટર્ડ થયેલ પહેલી કોરોના વાયરસ વેક્સીનSPUTNIK Vને લઈને ભારતે રશિયા સાથે વાતચીત કરી છે. રશિયાએ આ મામલે ભારત સાથે વેક્સીનને લઈ શરૂઆતી જાણકારી શેર કરી છે અને હાલ એમને વિસ્તૃત રિપોર્ટનો ઈંતેજાર છે. વિસ્તૃત રિપોર્ટ મળ્યા બાદ વેક્સીનને લઈને આગળની વાતચીત કરાશે.

જ્યારે આ દરમ્યાન આઈસીએમઆરના ડાયરેક્ટર ડૉ બલરામ ભાર્ગવે સ્વદેશી વેક્સીનની જાણકારી આપતા જણાવવામા આવ્યું કે ભારતમાં હાલ કોરોના વાયરસ વિરુદ્ધ ત્રણ વેક્સીન રેસમાં છે. જેમાંથી સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સીન ફેસ- ૨ (બી) અને ફેસ- ૩ના ટ્રાયલમાં છે. જ્યારે ભારત બાયોટેક અને જાઈડસ કેડિલાની વેક્સીન પહેલા તબક્કાનો ટ્રાયલ પૂરો કરી ચૂકયો છે.

જણાવી દઈએ કે રશિયાએ ગત ૧૧ ઓગસ્ટે મોસ્કોના ગૈમલેયા રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઑફ એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીમાં તૈયાર કરવામા આવેલ વેક્સીન SPUTNIK V રજિસ્ટર્ડ કરાવી હતી. રશિયાની આ વેક્સીનને લઈ વૈશ્વિક રીતે વિરોધ પણ થઈ રહ્યો છે. પરંતુ વૈશ્વિક સ્તરે વિરોધ પણ થઈ રહ્યો છે.