ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી, હવે હ્યુઆવેઇને અને ZTE corp બેન કરશે ભારત

દિલ્હી-

ભારત ચીનને વધુ એક ઝટકો આપવાની તૈયારી કરી રહ્યુ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી સરકાર ચીનની કંપની હ્યુઆવેઇને બેન કરવાનું મન બનાવી ચૂક્યું છે અને જૂન સુધીમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. બે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, હ્યુઆવેઇ દ્વારા બનાવવામાં આવેલ દૂરસંચાર ઉપકરણોના ઉપયોગથી ભારતીય મોબાઈલકંપનીઓને અટકાવવામા આવશે. જાે એું થાય છે કો, ચીનને આર્થિક મોચરે ભારે નુકસાન ભોગવવું પજશે. કેમ કે, લદાખ હિંસા બાદ ભારત તેની સામે પહેલા અન્ય મોટા પગલા ઉઠાવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સુરક્ષા આશંકા અને ભારતીય ઉત્પાદકોની વધુ ટેલિકોમ સાધનો બનાવવાની ઇચ્છાને ધ્યાનમાં રાખીને ચીની કંપની પર પ્રતિબંધ મૂકવાના મૂડમાં છે. ટેલિકોમ્યુનિકેશન્સ વિભાગના બે અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ૧૫ જૂન પછી, મોબાઇલ કેરિયર કંપની સરકાર દ્વારા માન્ય કંપનીઓ પાસેથી જ અમુક નિશ્ચિત ઉપકરણો ખરીદી શકશે. એટલું જ નહીં, સરકાર એવી કંપનીઓની સૂચિ પણ જારી કરી શકે છે કે જેના પાસેથી ઉપકરણો ખરીદવા ન પડે.

આ સૂચિમાં હ્યુઆવેઇનો પણ સમાવેશ થવાની સંભાવના છે. અધિકારીઓના મતે, સરકારનું માનવું છે કે રાષ્ટ્રીય સુરક્ષાને જાેખમ ઉભું કરે તેવા રોકાણો પર પ્રતિબંધ મૂકવો જાેઇએ અને તેને ધ્યાનમાં રાખીને, ચીની કંપનીઓ સામે કડક પગલા ભરવાની તૈયારી કરવામાં આવી રહી છે. તે જ સમયે, અન્ય એક અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, ચીની કંપની ઝેડ ટીઈ કોર્પ પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. જાેકે ભારતમાં તેની ઓછી હાજરી છે. બંને કંપનીઓ પર ચીની સરકાર માટે જાસૂસી કરવાનો આરોપ મૂકાયો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution