
જેરુસાલેમ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાતનો બીજાે દિવસ હતો. ઇઝરાયલમાં પણ હવે ભારતની યુપીઆઈ ચુકવણી સિસ્ટમ ચાલશે. આ મુદ્દે નરેન્દ્ર મોદી અને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન સમજુતી થઈ હતી.
પીએમ નેતન્યાહૂ સાથે જાેઈન્ટ પ્રેસ કોન્ફ્રન્સમાં મોદીએ જણાવ્યું હતું કે, ભારત ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે, ઇઝરાયલ આવવું મારા માટે ગર્વની વાત છે. ઇઝરાયલની નવી ટેકનોલોજી ભારતના ગામે ગામ પહોંચશે, જેનાથી લાખો ખેડૂતોની આવક અને ઉત્પાદનમાં વધારો થશે. સાથે મળીને, આપણે ભવિષ્ય માટે તૈયાર ખેતી માટે નવા ઉકેલો વિકસાવીશું. ભારતમાં ભારત-ઇઝરાયલ ઇનોવેશન સેન્ટર ફોર એગ્રીકલ્ચરની સ્થાપના આ સહયોગને વધુ મજબૂત બનાવશે.
તો બીજી તરફ નેતન્યાહૂએ જણાવ્યું હતું કે, આજે, શિક્ષણ ક્ષેત્રે નવી ટેકનોલોજી અને એઆઇની મદદથી, દરેક વિપર્થી સુધી સરળતાથી પહોંચી શકાય છે અને તેમની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવાની તક આપી શકાય છે. પહેલા જે સમસ્યાઓ અને મર્યાદાઓ હતી તે હવે રહી નથી. ભવિષ્ય એવા દેશોનું છે જે નવું વિચારે છે અને નવું કામ કરે છે. ઇઝરાયલ અને ભારત બંને નવા વિચારો અને ટેકનોલોજી પર ભાર મૂકી રહ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી અને ઇઝરાયલી પીએમ નેતન્યાહૂ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઇ હતી. આ બેઠકમાં સંરક્ષણ સહયોગ, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ, સાયબર સુરક્ષા અને અદ્યતન ટેકનોલોજી પર ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા હતા.
આ પહેલા પીએમ મોદીએ જેરુસલેમમાં હોલોકોસ્ટ મેમોરિયલ યાદ વાશેમ ખાતે માર્યા ગયેલા યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ મોદીએ ઇઝરાયલી રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ યાદ વાશેમ ખાતે એક વૃક્ષ વાવ્યું. મોદીએ ગેસ્ટ બુકમાં ભારતનો મેસેજ પણ લખ્યો.
ત્યારબાદ મોદી ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સાથે મળ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય બેઠક કરી જે દરમિયાન, આઇઝેકે મોદીનું સ્વાગત કરતા કહ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વિકાસ પામી રહી છે, જેનાથી પુરી દુનિયાનું ધ્યાન તેની તરફ ખેંચાઈ રહ્યું છે. પીએમ મોદીએ પણ કહ્યું હતું કે, ઇઝરાયલને ભારતીયો પ્રત્યે ગાઢ પ્રેમ છે.
પીએમએ ઈઝરાયલની સંસદમાં ગુજરાતના રાજવીઓને યાદ કર્યા
વડાપ્રધાને ઈઝરાયેલની સંસદમાં સંબોધન કરતી વખતે ગુજરાતના જામ સાહેબ અને તેમણે શરણ આપેલા પોલિશ (પૉલેન્ડ) અને યહૂદી લોકોનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, હોલોકોસ્ટ માનવતાના ઈતિહાસના સૌથી અંધકારમય પ્રકરણોમાંનું એક છે. તેમ છતાં, તે સંઘર્ષના વર્ષો દરમિયાન પણ, માનવતાના કેટલાક એવા કાર્યો સામે આવ્યા જે ખરેખર અનન્ય હતા. ગુજરાતના નવાનગરના મહારાજા, જેઓ જામ સાહેબ તરીકે પણ ઓળખાય છે, તેમણે પોલિશ બાળકોને આશ્રય આપ્યો હતો, જેમાં એવા યહૂદી બાળકો પણ સામેલ હતા જેમને આશરો આપનાર બીજું કોઈ નહોતું. હિટલરે પોલેન્ડ પર આક્રમણ કરીને બીજા વિશ્વયુદ્ધની શરૂઆત કરી ત્યારે પોલેન્ડના સૈનિકોએ ૫૦૦ મહિલાઓ અને લગભગ ૨૦૦ બાળકોને જહાજમાં બેસાડી સમુદ્રમાં છોડી દીધા હતા. તેમજ જહાજના કપ્તાનને કહેવાયું હતું કે, તેઓને કોઈ પણ દેશમાં લઇ જાઓ કે જ્યાં તેમને આશ્રય મળી શકે અને અમે યુદ્ધમાં બચી જશું તો ફરી મળીશું. જહાજ ભટકતું ગુજરાતના જામનગર પહોંચ્યું. ત્યારે જામનગરના તત્કાલીન રાજા જામ સાહેબ દિગ્વિજય સિંહજીએ તેમને આશરો આપ્યો હતો. એટલું જ નહીં, નવ વર્ષ સુધી આટલા લોકોની સંભાળ પણ લીધી.
અમે શાંતિના દૂત, ગાઝા શાંતિ યોજનાને ભારતનું સમર્થન : મોદી
લગભગ ૯ વર્ષ બાદ ઇઝરાયલની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ઇઝરાયલી સંસદ, નેસેટને પણ સંબોધિત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ સંસદમાં હોવું મારા માટે સન્માનની વાત છે. મારો જન્મદિવસ એ જ દિવસે હોય છે, જે દિવસે ભારતે ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી. ભારત પણ આતંકવાદનો શિકાર છે. મારી સંવેદનાઓ તે તમામ લોકોના પરિવાર સાથે છે, જેમણે હમાસના હુમલાઓમાં પોતાના જીવ ગુમાવ્યા. ભારત ઈઝરાયલની સાથે ઉભું છે અને આગળ પણ ઉભું રહેશે. નિર્દોષ નાગરિકોની હત્યા કોઈપણ સંજાેગોમાં સહન નહીં. શાંતિનો રસ્તો હંમેશા સરળ નથી હોતો, પરંતુ ભારત શાંતિ લાવવાની આ પ્રક્રિયામાં હંમેશા સાથે છે. યુએન સુરક્ષા પરિષદ દ્વારા સમર્થન પામેલ ગાઝા શાંતિ પહેલ આગળ વધવાનો માર્ગ પ્રદાન કરે છે. ભારતે આ પહેલ માટે પોતાનો મજબૂત ટેકો વ્યક્ત કર્યો છે.
હિટલરના શાસનમાં માર્યા ગયેલા યહૂદીઓની યાદમાં ‘યદ વાશેમ’ સ્મારક બનેલું
યાદ વાશેમ હોલોકોસ્ટ દરમિયાન માર્યા ગયેલા લાખો યહૂદીઓની યાદમાં બનાવવામાં આવ્યું છે. સ્મારક ઇઝરાયલની રાજધાની યેરુશલમમાં આવેલું છે અને દર વર્ષે દુનિયાભરના લોકો અહીં આવીને ઇતિહાસને સમજે છે અને શ્રદ્ધાંજલિ આપે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરે લગભગ ૬૦ લાખ યહૂદીઓની હત્યા કરી હતી. આ નરસંહારને હોલોકોસ્ટ કહેવામાં આવે છે. ઇઝરાયલની સંસદ નેસેટે વર્ષ ૧૯૫૩માં ર્નિણય કર્યો કે હોલોકોસ્ટમાં માર્યા ગયેલા લોકોની યાદમાં એક ખાસ સ્મારક બનાવવામાં આવે.
મોદી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનારા વિશ્વ નેતા બન્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંને તરફથી સર્વોચ્ચ સન્માન મેળવનાર વિશ્વના પસંદગીના નેતાઓમાં સામેલ થઈ ગયા છે. બુધવારે ઇઝરાયેલી સંસદ (નેસેટ)માં તેમના ઐતિહાસિક સંબોધન બાદ તેમને સ્પીકર ઓફ ધ નેસેટ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નેસેટનું સર્વોચ્ચ સન્માન છે અને પીએમ મોદી આ પદક મેળવનારા પ્રથમ નેતા બન્યા છે. આ સન્માન ૨૦૧૮ પ્રાપ્ત પેલેસ્ટાઇનના સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇનની સાથે મળીને પીએમ મોદીની રાજદ્વારી સિદ્ધિને વધુ વિશેષ બનાવે છે.
બંને દેશોએ કઈ કઈ સમજૂતીઓ કરી?
૧. સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જાે : બંને દેશોએ પોતાની ભાગીદારીને સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તરીકે જાહેર કરવાની સમજૂતી કરી લીધી છે. વડાપ્રધાને આ સેન્ટરની સંખ્યા ૧૦૦ સુધી પહોંચાડવાની જાહેરાત કરી છે.
૨. ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેકનોલોજી પાર્ટનરશિપ : એઆઇ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત કરવાનો ર્નિણય લેવાયો છે.
૩. સેન્ટર અને વિલેજ ઓફ એક્સેલન્સ : ભારતમાં સેન્ટર ઓફ એક્સેલન્સની સંખ્યા વધારીને ૧૦૦ સુધી લઈ જવાનો અને વિલેજ ઓફ એક્સેલન્સ બનાવવાનો ર્નિણય લેવાયો.
૪. ઇન્ડિયા ઇઝરાયેલ એકેડેમિક ફોરમ : શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે બંને દેશોના જાેડાણ માટે આ ફોરમની સ્થાપનાની જાહેરાત કરાઈ.
૫. વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરાર : રક્ષા, સુરક્ષા, વેપાર, ટેકનોલોજી અને કૃષિ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે અનેક સમજૂતી પત્રો પર હસ્તાક્ષર કરાયા છે.
૬. આતંકવાદ વિરુદ્ધ સહયોગ : આતંકવાદનો સામનો કરવા માટે ખભેખભા મિલાવીને કામ કરવાની અને આંતરરાષ્ટ્રીય મંચ પર એકબીજાને સહકાર આપવાની સમજૂતી થઈ છે.
ભવિષ્યમાં કઈ કઈ સમજૂતીઓ કરાશે?
૧. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ : વડાપ્રધાન મોદીએ જણાવ્યું છેકે, ભારત અને ઇઝરાયેલ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ટૂંક સમયમાં જ અંતિમ રૂપ આપવામાં આવશે.
૨. કેર ગિવર્સ સહયોગનો વિસ્તાર : કેર ગિવર્સ સેન્ટર અને ભારતીય કામદારોના જે સફળ સહયોગ છે, તેનો વ્યાપ હવે કોમર્સ (વાણિજ્ય) અને સર્વિસ (સેવા) જેવા નવા ક્ષેત્રોમાં પણ વધારશે.
૩. ફ્યુચર રેડી ફાર્મિંગ : આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ભવિષ્યની જરૂરિયાતો મુજબની ખેતી પદ્ધતિઓ વિકસાવવાની દિશામાં આગળ વધશે.
૪. આઈમેક કોરિડોર અને આઈ૨યુ૨ પ્રોજેક્ટ્સ : આઈમેક (ઇન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ કોરિડોર) અને આઈ૨યુ૨ (ભારત, ઇઝરાયેલ, યુએઈ, યુએસ) જેવી મોટી વૈશ્વિક યોજનાઓ પર નવી ગતિથી કામ કરાશે.
૫. આર્થિક પ્રોજેક્ટ્સ : બંને દેશો વચ્ચેના લોકોના જાેડાણને પ્રાથમિકતા આપીને વિવિધ સામાજિક અને આર્થિક પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું આયોજન છે.
Loading ...
