ભારતીય મહિલા ફૂટબોલ ટીમ AFC અંડર-20 એશિયા કપ માટે ક્વોલિફાય થઈ
11, ઓગ્સ્ટ 2025 મ્યાનમાર   |   4851   |  

પૂજાના એકમાત્ર ગોલથી મ્યાનમાર સામે જીત મળી

 2 દાયકામાં પહેલી વખત આ ઈવેન્ટમાં એન્ટ્રી કરી

ભારતીય મહિલા અંડર-20 ફૂટબોલ ટીમે યાંગૂનના થુવુન્ના સ્ટેડિયમમાં મહિલા એશિયન કપ 2026 ક્વોલિફાયર ગ્રુપ ડીના ત્રીજી અને અંતિમ મેચમાં મ્યાનમારની ટીમને 1-0થી હરાવવામાં સફળતા મેળવી.

આ જીત સાથે ભારતીય મહિલા ફૂટબોલ ટીમે લગભગ 2 દાયકામાં પહેલી વખત AFC અંડર-20 મહિલા એશિયન કપ ફૂટબોલ ટુર્નામેન્ટ માટે પણ ક્વોલિફાય કર્યું છે. ભારતીય મહિલા અંડર-20 ટીમે ક્વોલિફાયર રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું છે જેમાં તે છેલ્લી મેચમાં જીત સાથે 7 પોઈન્ટ સાથે ગ્રુપ-D માં પહેલા સ્થાને પહોંચી ગઈ છે.

પૂજાના એકમાત્ર ગોલે ભારતીય મહિલા અંડર-20 ટીમને મ્યાનમાર સામેની મેચ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પૂજાનો ગોલ મેચની 7મી મિનિટે આવ્યો હતો. ભારતીય ટીમે પહેલા હાફ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. આ પછી મ્યાનમાર ટીમે બીજા હાફમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ગોલ કરી શકી નહીં.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution