આ ભૂલોના કારણે વર્લ્ડ કપમાં ભારતનો પરાજય !! સેમિફાઇનલનો રસ્તો હવે કાંટાળો ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ફેબ્રુઆરી 2026  |   2673

દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનોથી હરાવ્યું છે. ટીમ ઇન્ડિયાની બેટિંગ ફ્લૉપ સાબિત થઈ છે. આ હારને કારણે ટીમ ઇન્ડિયાનો રન-રેટ પણ ભયંકર રીતે પ્રભાવિત થયો છે.

આ હારને કારણે ભારતની આઈસીસી મૅન્સ ટી20 વિશ્વકપની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશાને ઝાટકો લાગ્યો છે.

ટૉસ જીતીને દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકાએ 187 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટીમ ઇન્ડિયા 111 રનના સ્કોર પર ઢેર થઈ ગઈ. દક્ષિણ આફ્રિકાએ આ મૅચમાં ચાર બદલાવ કર્યા હતા જ્યારે કે ટીમ ઇન્ડિયા એ જ ટીમ સાથે મેદાનમાં ઉતરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution