24, જુન 2020
396 |
બેજીંગ.
સરહદની શાંતિ માટેની વાતો કરી હંમેશા વિવાદ ઉભા કરવા માટે જાણીતા ચાઈનીઝ ડ્રેગને વધુ એક વખત ભારત પર શાબ્દિક વાર શરૃ કર્યા છે. ભારતીય સીમામાં પ્રવેશ કરી સીમાની રક્ષા માટેની સમજૂતીઓનો ભંગ કરનાર ચીને આ વખતે પણ ભારતને દોષિત સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે ચીનના ચીનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલય (એમએમડી) ના પ્રવક્તા વુ કિયને બુધવારે જણાવ્યું હતુંકે સરહદ તકરારની જવાબદારી સંપૂર્ણ રીતે ભારતીય પક્ષની છે અને ચીન સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની આશા રાખે છે. વુએ જણાવ્યું હતું કે આ ઘટના ભારતીય પક્ષના એકપક્ષી ઉશ્કેરણી અને બંને પક્ષો વચ્ચે સર્વસંમતિના ભંગને કારણે થઈ હતી.