દિલ્હી-

ઇન્ડોનેશિયામાં ભૂકંપને કારણે 8 લોકોનાં મોત નીપજ્યાં છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 માપવામાં આવી હતી. ભૂકંપને કારણે અન્ય 39 લોકો પણ ઘાયલ થયા છે. રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એજન્સીના પ્રવક્તા રાદિત્ય જાતીએ જણાવ્યું હતું કે, ભૂકંપના કારણે ઘણા જિલ્લાઓમાં1,189 મકાનો ધરાશાયી થયા છે. ભૂકંપના કારણે આરોગ્ય કેન્દ્રો, શિક્ષણની સુવિધાઓ, પૂજા સ્થળો જેવા સેંકડો જાહેર મકાનો પણ નષ્ટ થઈ ગયા છે. પ્રાંતિય વહીવટ વતી અસરગ્રસ્ત લોકોને ચોખા, ખાદ્ય ચીજો, ધાબળા વિતરણ કરવામાં આવ્યા છે.