ગુજરાતમાં મોંઘવારી ઃ રોજિંદી રોજગારી કરીને પેટિયુ રળતા લોકો માટે હવે જીવન જીવવુ દુષ્કર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, જુલાઈ 2024  |   નવીદિલ્હી   |   3960



ઓરિસ્સા રાજ્ય મોંઘવારીના દરમાં સૌથી આગળ છે, ત્યારે ગુજરાતમા ગ્રામ્ય વિસ્તારમાં મોંઘવારી ૫.૪૯ ટકા અને ગુજરાતમાં શહેરી વિસ્તારમાં મોંઘવારી ૪.૯૩ ટકા છેમોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. જનજીવનમાં ઉપયોગમાં લેવાતી એવી કોઈ વસ્તુ બાકી નથી, જેને મોંઘવારી અડી ન હોય. ત્યારે ગુજરાતમાં સરેરાશ કુલ ૫.૧૮ ટકા મોંઘવારી નોંધાઈ છે. દેશમાં સૌથી વધુ મોંઘવારી ઓરિસ્સામાં નોંધાઈ છે. બીજા નંબરે બિહાર અને ત્રીજા ક્રમે કર્ણાટક છે. દેશમાં હાલ મોંઘવારી અને બેરોજગારી આસમાને છે. દેશમાં મોંઘવારીનો દર ૫.૦૮ ટકા આંબો ગયો છે. અત્યાર સુધી જે વસ્તુ ૧૦૦ રૂપિયામાં મળતી હતી, તે ખરીદવા માટે ગુજરાતમાં ૧૦૫ રૂપિયા અને ૧૮ પૈસા વધુ નાંખવા પડે છે. જે બતાવે છે કે ગુજરાતમાં મોંઘવારી કેટલી વધી ગઈ છે. આ કારણે રોજિંદી રોજગારી કરીને પેટિયુ રળતા લોકો માટે હવે જીવન જીવવુ દુષ્કર બની જશે. કઠોળના ભાવ એટલે વધી ગયા છે, લોકોની થાળીમાંથી કઠોળ ગાયબ થઈ રહ્યાં છે. કઠોળના ભાવમાં ૧૬.૦૭ ટકાનો વધારો થયો છે. કઈ વસ્તુઓના ભાવમાં કેટલો વધારો થયો,કઠાળેના ભાવમાં ૧૬.૭ ટકાનો વધારો,અનાજ અને તેની બનાવટોના ભાવમાં ૮.૭૫ ટકાનો વધારો,ખોરાક અને વિવિધ પીણાના ભાવમાં ૮.૩૬ ટકાનો વધારો,ફળફળાદીના ભાવમાં ૭.૧૫ ટકાનો વધારો,ખાંડના ભાવમાં ૫.૮૩ ટકાનો વધારો,પ્રિપેડ મિલ્ક, સ્નેક્સ, સ્વીટના ભાવમાં ૩.૪૯ ટકાનો વધારો,દૂધ અને તેની બનાવટના ભાવમાં ૩ ટકાનો વધારો,આ ઉપરાંત કેટલીક વસ્તુઓ જે લોકો માટે જરૂર છે તેમાં પણ ભાવ વધારો ઝીંકાયો છે. દેશમાં કન્ઝ્‌યુમર ફૂડ પ્રાઈઝ ઈન્ડેક્સ ૯.૩૬ ટકા સુધી પહોંચી ગયો છે. ગુજરાત સહિત દેશના લગભગ તમામ રાજ્યોમાં વધતા ઓછા અંશે ચીજવસ્તુઓના ભાવમાં બેફામ વધારો ઝીંકાયો છે. લોકોને સારવાર કરાવવી અને સંતાનોને શિક્ષણ આપવું પણ દુષ્કર બની રહ્યું છે. શિક્ષણનો ખર્ચ ગરીબ અને મધ્ય વર્ગીય પરિવાર માટે ખર્ચાળ બન્યું છે. ગુજરાતમા ગ્રામ્ય વિસ્તારમાં મોંઘવારી ૫.૪૯ ટકા,ગુજરાતમાં શહેરી વિસ્તારમાં મોંઘવારી ૪.૯૩ ટકા,દેશમાં સૌથી વધુ મોંઘવારી ઓરિસ્સામાં ૭.૨૨ ટકા,બીજા ક્રમે બિહાર ૬.૩૭ ટકા,ત્રીજા ક્રમે કર્ણઆટક ૫.૯૬ ટકા,ચોથા ક્રમે આંધ્રપ્રદેશ ૫.૮૭ ટકા,પાંચમા ક્રમે કેરળ ૫.૮૩ ટકા,છઠ્ઠા ક્રમે રાજસ્થાન ૫.૮૩ ટકા,સાતમા ક્રમે આસામ ૫.૬૭ ટકા,આઠમા ક્રમે તેલંગાના ૫.૪૯ ટકા,નવમા ક્રમે હરિયાણા ૫.૪૧ ટકા,દસમા ક્રમે ઉત્તર પ્રદેશ ૫.૪૦ ટકા,દેશમાં સૌથી ઓછી મોંઘવારી દિલ્હીમાં ૨.૧૮ ટકા અને ઉત્તરાખંડમાં ૨.૮૯ ટકા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution