અમદાવાદ-

રાજ્યમાં રોજ કોરોનાનાં કેસનાં આંકમાં વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલમાં ભીડ જાેવા મળી રહી છે. લોકોમાં ચર્ચા છે કે, રેમડેસિવિર ઈન્જેક્શન તેમના સ્વજનને કોરોનાથી બચાવવામાં મદદગાર છે. ત્યારે આ રેમડેસિવિર ઈન્જેક્શન પર વિશ્વાસ રાખીને આમ તેમ ફરતા લોકો માટે અમદાવાદનો એક કિસ્સો દુઃખ પહોંચાડે તેવો સામે આવ્યો છે.

અમદાવાદમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા દિવસો જતા સતત વધી રહી છે. ત્યારે પોતાના સ્વજનોને બચાવવા માટે લોકો રેમડેસિવિર ઈન્જેક્શનને બમણા રૂપિયા આપીનેે પણ ખરીદવા માંગી રહ્યા છે. અમુક એવા લોકો પણ છે કે, જે આ ઇન્જેક્શનની જમા ખોરી કરી રહ્યા છે. તેવો જ એક કિસ્સો અમદાવાદનાં આશ્રમ રોડ સ્થિત સેવિયર હોસ્પિટલથી સામે આવ્યો છે. આ હોસ્પિટલનો એક કર્મચારી બોગસ ડોક્યુમેન્ટ આપીને મોટી સંખ્યામાં આ ઈન્જેક્શનની જમા ખોરી કરતો હોવાનુ સામે આવ્યુ છે. આ કર્મચારીએ હોસ્પિટલમાં દાખલ એક દર્દીનાં ડોક્યુમેન્ટ ચોરી કર્યા હતા અને ત્યારબાદ તેણે જીફઁ હોસ્પિટલનાં ફાર્મસી સ્ટોર પરથી રેમડેસિવિરની ખરીદી કરી હતી. સમગ્ર વાતનો ખુલાસો ત્યારે થયો કે જ્યારે તબીબ દર્દી માટે ઈન્જેક્શન લેવા ગયા હતા. આ ઈન્જેક્શનની ચોરી કરનાર શખ્સનું નામ દેવાંગ ઠાકર છે, જેની વિરુદ્ધ નવરંગપુરમાં ફરિયાદ નોંધાઇ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ સતત ઘેરાતું જઇ રહ્યું છે. રાજ્યમાં સતત કોરોનાનાં કેસ અને મૃત્યુ આંકમાં વધારો નોધાઇ રહ્યો છે. કોરોના કેસનાં દૈનિક આંકડા રોજ પોતાનો જ રેકોર્ડ તીડી રહ્યા છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં બુઘવારે રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં ૭૪૧૦ નવા કોરોનાનાં કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો ૩,૬૭,૬૧૬ ઉપર પહોચ્યો છે.