સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલ, ડિઝલ અને ગેસ સરળતાથી મળી રહે તે માટે સૂચના આપી છે: અવંતિકાસિંઘ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026  |   સુરત   |   792

સુરત જિલ્લામાં પેટ્રોલ-ડીઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો સરળતાથી ઉપલબ્ધ બને અને વિતરણ વ્યવસ્થા સુચારૂ બને એ માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.નાં એમ.ડી. અવંતિકાસિંઘ ઔલખનાં અધ્યક્ષસ્થાને સુરત જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

અવંતિકાસિંઘે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં હાલ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ફર્ટીલાઇઝર સહિતની આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ભવિષ્યમાં પણ આ સપ્લાય પૂરતી માત્રામાં મળી રહે તે અંગેની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી છે. મિડલ ઇસ્ટમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને ધ્યાને લઈ જિલ્લા વહિવટીતંત્ર અને મનપાનાં અધિકારીઓ પરસ્પર સંકલન સાથે ટીમવર્કથી કાર્યરત રહી લોકોને આવશ્યક ચીજવસ્તુઓનો સપ્લાય સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરી રહ્યાં છે જેના કારણે સુરત જિલ્લામાં ગેસ અને આવશ્યક ચીજાેનું વિતરણ સરળતાથી થઇ રહ્યું છે.

અવંતિકાસિંઘે કહ્યું હતું કે, સુરત શહેરમાં ૧૫.૨૦ લાખ ડોમેસ્ટિક ઁદ્ગય્ (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન છે. જેઓને નિયમિત ગેસ પુરવઠો મેળવવામાં કોઇ તકલીફ ન રહે તે માટે ઓઇલ એન્ડ ગેસ કંપનીઝ સાથે સરકાર સતત સંકલનમાં છે. ઉપરાંત, જ્યાં ગેસલાઈન ઉપલબ્ધ છે તેવા વિસ્તારોમાં તા.૩૦ જૂન સુધીમાં નવા ડોમેસ્ટિક ઁદ્ગય્ કનેક્શન માટે અરજી કરનાર ગ્રાહકને રૂ.૫૦૦ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કનેક્શન ઇન્સ્ટોલ થયા બાદ બિલમાં રૂ.૫૦૦ની ક્રેડિટ મળશે.

રાજ્યમાં પી.એન.જી. કનેક્શનને અગ્રતા આપવા કેન્દ્ર સરકારે માર્ગદર્શિકાઓ આપેલી છે, જેનો રાજ્યમાં ઝડપી અમલ કરીને નવા પી.એન.જી. કનેક્શન તાત્કાલિક ધોરણે અપાય તે જરૂરી છે. ખાસ કરીને રહેઠાણ સાથો સાથ શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલ્સને આવા કનેક્શનમાં અગ્રતા આપવામાં આવી રહી છે. સુરત શહેર જિલ્લામાં શાળા-કોલેજાે, હોસ્પિટલો, વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ, ડેરી ઉદ્યોગ, રેલવે કેન્ટીન, હોટલ રેસ્ટોરન્ટસ, ધાર્મિક સંસ્થાઓ, ઈન્ડસ્ટ્રીયલ- કોર્પોરેટ કેન્ટીનો વગેરેમાં કોમર્શિયલ ઁદ્ગય્ની કુલ ૧૮૦૫ અરજીઓ, ૩૯ હોસ્પિટલો, ૧૬ રેલ્વે કેન્ટીનોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી વિવિધ ઔદ્યોગિક એકમોના વપરાશ તથા તેમાં આવેલ કેન્ટીન/મેસમાં કંપની કામદારો માટે ભોજન બનાવવા તેઓની જરૂરિયાત મુજબ ગેસ સિલીન્ડર આપવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ કે સામાજિક-ધાર્મિક કોમ્યુનિટી કિચન, સમરસ હોસ્ટેલ, હોસ્પિટલોમાં ઁદ્ગય્ કનેક્શનોને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

ગેસ સિલિન્ડર સપ્લાય કરતી ૐઁઝ્રન્, મ્ઁઝ્રન્ અને ૈર્ંંઝ્રન્નાં તમામ ડીલરો દ્વારા પ કિલો અને ૩ કિલોનાં ગેસ સિલિન્ડરોનો સપ્લાય શરૂ કરવામાં આવ્યો છે તેમજ પીએનજી પાઇપલાઇન કનેકશન માટેની નવી પ્રક્રિયાને સરળ બનાવી ૪પ દિવસના સમયગાળાને ઘટાડીને માત્ર ૭ દિવસ કરવામાં આવી હોવાની વિગતો જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહે આપી હતી.બેઠકમાં જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુ.કમિશનર એમ.નાગરાજન, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, ડે.મ્યુ.કમિશનર દિનેશ ગુરવ, સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર, જિલ્લા પુરવઠા અધિકારી દર્શન શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution