બાળગોપાળને ખુશ કરવા પૂજામાં સામેલ કરો આ સામગ્રીઓ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, ઓગ્સ્ટ 2020  |   2376

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ એટલે જનમાષ્ટમી. દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, શ્રીકૃષ્ણને પીળા વસ્ત્રો, વાંસળી, મોરપીંછ, મુકુટ વગેરે વસ્તુઓથી સજાવવામાં આવે છે અને રાત્રે 12 વાગે ભગવાનનો જન્મ થાય છે. સાથે જ પૂજાની સામગ્રી માટે ગંગાજળ, દહી, દુધ, ગાયનું ઘી, અગરબત્તી, દીવો વગેરેની આવશ્યકતા હોય છે.

આજે અમે તમને જણાવીશું કે બાળગોપાલની પૂજા કરવામાં આ વસ્તુઓનો સમાવેશ કરજો જેથી તેમની કૃપા વરસશે. કૃષ્ણમૂર્તિની સ્થાપના સુંદર આસન પર કરવી જોઇએ, આસન લાલ કે પીળા કે કેસરી કલરનું હોવું જોઇએ જે વાસણમાં ભગવાનના ચરણોને ધોવામાં આવે છે તેને પાદ્ય કહે છે.

જેમાં શુદ્ધ પાણી ભરીને ગુલાબના પાંદડા નાંખો મધ, ઘી, દહી, દૂધ અને ખાંડ આ પાંચ વસ્તુઓથી પંચામૃત બને છે, શુદ્ધ પાત્રમાં ભગવાનને પંચામૃતનો ભોગ ચડાવો શુદ્ધિકરણ માટે પ્રયોગમાં લેવાતા જળને આચમનિય કહેવામાં આવે છે, જેમાં સુગંધિત દ્રવ્યો અને ફૂલ નાંખવા જોઇએભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં ફૂલોનું આગવું મહત્વ છે, માટે તાજા ફૂલોનો ઉપયોગ કરવો જોઇએ.  અલગ અલગ વૃક્ષ અને સુગંધિત પદાર્થોથી બનેલ ધૂપ કૃષ્ણને ખૂબ પ્રિય છે. ભગવાન શ્રીકૃષ્ણને ધરાવાતા ભોગનું પણ અલગ મહત્વ છે તેમાં તાજી મિઠાઇઓ, લાડુ, ખીર અને તુલસીના પાન સામેલ કરો.  ચાંદી, તાંબા કે માટીમાં બનેલા દીવામાં ગાયનું શુદ્ધ ઘી નાંખીને ભગવાનની આરતી કરવી જોઇએ.  જો તમે કૃષ્ણપૂજામાં આ વસ્તુઓનો ઉપયોગ કરશો તો ભગવાન તમારાથી જરૂર ખુશ થશે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution