લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, એપ્રીલ 2026 |
2079
ઈન્ડિયન પ્રીમિયર લીગ ની ૧૯મી સીઝન ચાલી રહી છે અને બુધવાર સુધીમાં ૧૪ મેચ રમાઈ ચૂકી છે. આ વચ્ચે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ લીગ માટે કેટલાક કડક નવા નિયમો બનાવ્યા છે. બોર્ડે નવો નિયમ લાગુ કર્યો છે કે મેચ શરૂ થયા પછી એક ટીમના ફક્ત ૧૬ લિસ્ટેડ ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. બાકી સરપ્લસ ખેલાડીઓ ટીમના ડગઆઉટમાં જ રહેશે અને તેમને સીમા રેખા (બાઉન્ડ્રી લાઈ) પાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ નવા નિયમ પ્રમાણે મેચ દરમિયાન ફક્ત ટીમ શીટ પર નામ ધરાવતા ખેલાડીઓને જ મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. શીટમાં ફક્ત ૧૬ ખેલાડીઓને લિસ્ટેડ કરવાની મંજૂરી હશે.
રિપોર્ટ પ્રમાણે નવા નિયમ પ્રમાણે દરેક ટીમ પોતાના ખેલાડીઓની શીટમાં ૧૬ ખેલાડીઓ સામેલ કરી શકે છે. તેમાં ૧૧ ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે. આ ઉપરાંત ઈમ્પેક્ટ સબના રૂપમાં ૧ અને ૪ ખેલાડીઓને રિઝર્વ તરીકે રાખવામાં આવી શકે છે. આ ૧૬ ખેલાડીઓ ઉપરાંત ટીમના અન્ય કોઈ પણ સભ્યોને મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આ નવા નિયમનો અર્થ એ થયો કે ટીમ શીટમાં સામેલ નહીં હોય તેવા ખેલાડીઓ ડ્રિંક્સ, બેટ અથવા ગ્લવ્ઝ લઈને મેદાનમાં નહીં જઈ શકશે. તેઓ અન્ય ખેલાડીઓ સુધી કોઈ મેસેજ પણ પહોંચાડી શકશે નહીં. બાઉન્ડ્રી લાઈન પર ફક્ત પાંચ ખેલાડીઓ જ બિબ પહેરીને ફરી શકશે. બાકીના ખેલાડીઓએ ડગઆઉટમાં જ રહેવું પડશે.હાલ એ સ્પષ્ટ નથી કે, જાે ફિલ્ડિંગ ટીમને વધારાના ફિલ્ડરની જરૂર પડે, તો તેણે પ્લેઈંગ ઈલેવનની યાદીમાં સામેલ ખેલાડીઓમાંથી જ પસંદગી કરવી પડશે કે પછી બાકી રહેલા અન્ય ખેલાડીઓમાંથી કોઈને ફિલ્ડિંગ માટે બોલાવી શકાશે. આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતા ટીમ અને ખેલાડીઓ માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટીમ મેનેજમેન્ટને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે મેચ દરમિયાન સબ્સ્ટીટ્યૂટ ખેલાડીઓની બિનજરૂરી અવરજવર પર સખત પ્રતિબંધ રહેશે નહીં. બાઉન્ડ્રી લાઈન અને ન્ઈડ્ઢ જાહેરાત બોર્ડ વચ્ચે ફક્ત મર્યાદિત ખેલાડીઓને જ રહેવાની મંજૂરી આપવામાં આવશે.
BCCI આ નિયમોને વધુ કડક બનાવવાનું વિચારી રહી છે. એવું માનવામાં આવે છે કે આ નવો નિયમ સ્ઁઝ્ર (મેચ રમવાની શરતો)ની કલમ ૧૧.૫.૨ અને ૨૪.૧.૪ને વધુ કડકાઈથી લાગુ કરવા માટે લાવવામાં આવ્યો છે. કલમ ૧૧.૫.૨ પ્રમાણે અમ્પાયરની પરવાનગી વિના મેદાન પર ડ્રિંક્સ લઈ જવું અથવા સમય બરબાર કરવો એ નિયમોની વિરુદ્ધ છે.આ ર્નિણય કેમ લેવામાં આવ્યો, તેનું કારણ હજું સ્પષ્ટ નથી.