અમદાવાદ-

શહેરમાં સાયબરના ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જયારે હવે રાજ્યના IPS અધિકારીઓના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવાના કિસ્સા સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ ગત 30 જુનના રોજ વય નિવૃત્ત થયેલા ગુજરાત કેડરના વર્ષ 2000ની બેચના IPS ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામે અજાણ્યાં વ્યક્તિએ તેમના ફોટો મૂકી ફેક એકાઉન્ટ બનાવી અને અલગ અલગ લોકોને રિકવેસ્ટ મોકલી મેસેજ કર્યા હતા. ધર્મેન્દ્રસિંહના ધ્યાને આ વાત આવતા તેઓએ તેમના ફેસબુક પર ફેક એકાઉન્ટનો ફોટો મૂકી અને પોસ્ટ લખી છે કે મારા નામે ફેક એકાઉન્ટ છે, અજાણ્યાં વ્યક્તિએ કર્યું છે કોઈએ જવાબ આપવો નહિં.

નિવૃત્ત IPS ધર્મેન્દ્રસિંહ અને IPS સંજય ખરાતનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. અજાણી વ્યક્તિએ બંનેના નામે એકાઉન્ટ બનાવી અને તેમના સંબંધી- મિત્રોને રિકવેસ્ટ મોકલી અને મેસેજ પણ કર્યા છે. કેટલાક મિત્રો અને સંબંધીઓને મેસેજ કરી ગુગલ પે અને પેટીએમ દ્વારા પૈસા મોકલવા કહ્યું હતું. બંને કેસમાં હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.