ઇકબાલ શેખે એઆઇએમઆઇએમમાં જાેડાઇને ગોમતીપુરમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, એપ્રીલ 2026  |   1584

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ૫ ટર્મથી સેવા આપતા અને ૩૫ વર્ષથી વફાદાર રહેતા કોર્પોરેટર ઈકબાલ શેખએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દેતા એક સાંધે ત્યાં તેર તૂટે તેવી કોંગ્રેસની પરિસ્થિતિ ઊભી થઈ છે. ઈકબાલ શેખ એઆઇએમઆઇએમમાં જાેડાઈ ગોમતીપુર વોર્ડમાંથી ચૂંટણી લડશે. ઈકબાલ શેખે પક્ષ સાથે વફાદાર રહ્યાં છતાં તેમની બાજુ ધ્યાન આપવામાં આવ્યું નથીનો બળાપો ઠાલવ્યો છે. છેલ્લે સુધી મેન્ડેટ આપવામાં ન આવતા પાર્ટીમાંથી રાજીનામુ આપવાનો ર્નિણય કર્યો હોવાનું તેમણે જણાવ્યું છે. તેમણે લેટર લખી કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ માટે રાત દિવસ મહેનત કરવા છતાં છેલ્લાં ૨૫ વર્ષથી જ્યારે જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ ત્યારે મને છેક છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ પક્ષ તરફથી મેન્ડેટ આપવામાં આવતું નથી અને મારી જાણી જાેઈને અવગણના કરવામાં આવે છે. જે મારા માટે અત્યંત દુ:ખદ ઘટના રહી છે. મને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે. આ સંજાેગોમાં આ વર્ષે યોજાનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ગોમતીપુર વોર્ડમાંથી કોંગ્રેસના બેનર હેઠળ હું દાવેદારી નોંધાવતો નથી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution