ઈરાને હોર્મુઝમાંથી પસાર થતાં ટેન્કરો પર પ્રતિ બેરલ ૧ ડોલરનો ટોલ નાખ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2026  |   1980

ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતાં ઓઈલ જહાજાે પર દરેક બેરલ માટે ૧ ડોલરનો ટોલ ટેક્સ વસૂલવાનો પ્લાન છે. સૂત્રો અનુસાર, ઈરાન આ ચુકવણી ક્રિપ્ટોકરન્સીમાં ઇચ્છે છે. આગળ વધવાની મંજૂરી આપતા પહેલાં જહાજાેએ કાર્ગોની જાણ કરવી પડશે. ઈરાની અધિકારી હામિદ હોસેનીએ કહ્યું કે બે અઠવાડિયામાં શસ્ત્રો યુએસ લશ્કરી ઠેકાણા સુધી પહોંચતાં અટકાવવા આ કરવામાં આવી રહ્યું છે. જહાજાેને પસાર થવા દેવામાં આવશે, પરંતુ પ્રક્રિયામાં સમય લાગી શકે છે. છેલ્લા ૨૪ કલાકમાં ફક્ત એક ઓઈલ ટેન્કર અને પાંચ માલવાહક જહાજાે પસાર થયા છે. અગાઉ આ માર્ગે રોજ આશરે ૧૪૦ જહાજાે પસાર થતા હતા પરંતુ ફેબ્રુઆરીના અંતમાં સંઘર્ષ શરૂ થયા પછી આ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

 EUએ હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલનો વિરોધ કર્યો

યુરોપિયન યુનિયનએ જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે કોઈ ફી કે ટોલ ન હોવા જાેઈએ. આ માર્ગ સમગ્ર વિશ્વ માટે જરૂરી છે અને તમામ જહાજાેને કોઈપણ પ્રતિબંધ વિના તેમાંથી પસાર થવાની મંજૂરી આપવી જાેઈએ.

UAEની હોર્મુઝને બિનશરતી ખોલવા વિનંતી

અબુ ધાબીની ઓઈલ કંપનીના વડાએ ઈરાનને કોઈપણ શરત વિના હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની માગ કરી છે. તેમણે કહ્યું કે આ માર્ગ કોઈ એક દેશનો નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે જરૂરી છે. તેનો ઉપયોગ દબાણ લાવવા માટે ન કરવો જાેઈએ.

 યુદ્ધવિરામમાં પાકિસ્તાન અમેરિકાના ઈશારે કામ કરી રહ્યું હતું : ઈરાન

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામમાં પાકિસ્તાનની ભૂમિકા વિશે એક મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાન આ યુદ્ધવિરામમાં મધ્યસ્થી કે સંદેશવાહક નહોતું. પાકિસ્તાન યુદ્ધવિરામ માટે ફક્ત અમેરિકાના ઈશારે કામ કરી રહ્યું હતું. અમેરિકાના કહેવા પર, પાકિસ્તાને ઈરાનને એક પ્રસ્તાવ મોકલ્યો. વધુમાં, અમેરિકાના કારણે જ ઈસ્લામાબાદે ઈરાનને મનાવવા માટે ચીનનો સંપર્ક કર્યો. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂતે આ યુદ્ધવિરામમાં ચીનની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી છે.


  લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં એક જ દિવસમાં ૨૫૪નાં મોત

ઇઝરાયલી સેનાએ લેબનોનમાં સેંકડો મિસાઇલો છોડ્યા, જેમાં ૨૫૪ લોકો માર્યા ગયા. લેબનોન સંરક્ષણ એજન્સી અનુસાર, હવાઈ હુમલામાં ૧,૧૬૫ લોકો ઘાયલ થયા. દેશમાં રાષ્ટ્રીય શોકની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. આ હુમલાઓમાં બેરૂત, બેકા ખીણ, માઉન્ટ લેબનોન, સિડોન અને દક્ષિણ લેબનોનના અનેક ગામોને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. આ હુમલાઓ તે જ દિવસે થયા હતા જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. ઇઝરાયલી સેનાએ જણાવ્યું હતું કે ૨ માર્ચે નવી લશ્કરી કાર્યવાહી શરૂ થયા પછી આ હુમલો લેબનોન પરનો સૌથી મોટો હુમલો હતો. સૈન્ય અનુસાર ૧૦૦ થી વધુ હિઝબુલ્લાહ કમાન્ડ સેન્ટરો અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution