લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, માર્ચ 2026 |
2277
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ દાવો કર્યો છે કે તેના ટ્રૂ પ્રોમિસ ૪ ઓપરેશનના પહેલા બે દિવસમાં ૬૫૦ થી વધુ અમેરિકી સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા હતા. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદ નૈનીએ જણાવ્યું હતું કે, ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ ગલ્ફ ક્ષેત્રમાં યુએસ બેઝ અને નૌકાદળની સંપત્તિઓને નિશાન બનાવી હતી. નૈનીના જણાવ્યા અનુસાર, બહેરીનમાં યુએસ નૌકાદળના પાંચમા ફ્લીટના મુખ્યાલય પર અનેક વખત હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે એક હુમલામાં ૧૬૦ અમેરિકી જાનહાનિ થઈ હતી અને યુએસ નૌકાદળના લડાયક સહાયક જહાજને પણ ભારે નુકસાન થયું હતું. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ એમ પણ કહ્યું હતું કે ઈરાની નૌકાદળે ચાબહાર કિનારે ૨૫૦ થી ૩૦૦ કિલોમીટર દૂર સ્થિત અબ્રાહમ લિંકન પર ચાર ક્રુઝ મિસાઈલો છોડી હતી, જેના કારણે વિમાનવાહક જહાજને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આ દાવાઓની યુએસ દ્વારા સ્વતંત્ર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.
ઈરાન વાતચીત કરવા ઇચ્છે છે, પણ મોડું થઈ ગયું: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
મેરિકા-ઇઝરાયલ અને ઈરાન જંગનો આજે ચોથો દિવસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન વાતચીત કરવા ઇચ્છે છે, પરંતુ હવે તેના માટે ઘણું મોડું થઈ ગયું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા દાવો કર્યો કે ઈરાનની ડિફેન્સ સિસ્ટમ અને લીડરશિપ લગભગ ખતમ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે ઈરાનનું એર ડિફેન્સ, એર ફોર્સ અને નેવી તબાહ થઈ ચૂક્યા છે. જાેકે, આ પહેલા રવિવારે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ ઈરાની નેતાઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર છે.
રશિયન રાષ્ટ્રપતિ પુતિન ઈરાન સાથે વાત કરશે
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઈરાન સાથે વાતચીત કરશે. ક્રેમલિને મંગળવારે જણાવ્યું કે પુતિન ખાડી દેશોના નેતાઓની વધતી જતી ચિંતાઓને સીધી તેહરાન સુધી પહોંચાડશે. પુતિને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે ફોન પર વાતચીત કરી હતી, જેમાં પ્રાદેશિક સંઘર્ષના વિસ્તાર અને સંભવિત ગંભીર પરિણામો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે પુતિન તણાવ ઓછો કરવા માટે તમામ શક્ય રાજદ્વારી પ્રયાસો કરશે. તાજેતરના હુમલાઓમાં સાઉદી રિફાઇનરી, ેંછઈનું ફુજૈરાહ એનર્જી સેન્ટર અને કતારની રસ લાફાન ન્દ્ગય્ સુવિધા પ્રભાવિત થઈ છે, જેના કારણે ગ્લોબલ એનર્જી માર્કેટ પર પણ અસર પડી છે.
કાશ્મીરમાં સૌથી વધુ પ્રદર્શનો, પોલીસે ટીયર ગેસ છોડ્યા
ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના મૃત્યુ પર જમ્મુ-કાશ્મીરમાં સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. શ્રીનગરના બેમિના વિસ્તારમાં સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસ પણ છોડ્યો હતો. કેટલાક લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. શોપિયાં, બારામુલા, બાંદીપોરા જેવા વિસ્તારોમાં લોકોએ બજાર બંધ રાખ્યા હતા.
ઈરાન-અમેરિકા યુદ્ધમાં દીવના યુવકનું મોત
ઓમાનના દરિયાઈ વિસ્તારમાં એક ઓઇલ ટેન્કર પર થયેલા ભીષણ મિસાઇલ હુમલામાં દીવના ૨૫ વર્ષીય યુવાન દીક્ષિત અમરીક સોલંકીનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવાર સહિત સમગ્ર ખારવા સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિસાઈલ એટેક થયો તે સમયે દીક્ષિત સોલંકી જહાજના એન્જિન રૂમમાં રીડિંગ લઈ રહ્યો હતો. ઓમાનના પોર્ટ સુલ્તાન કાબૂસ નજીક સમુદ્રમાં એમટી સ્કાય લાઈટ નામના ઓઇલ ટેન્કર પર અચાનક મિસાઇલ મારો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર કુલ ૨૧ ક્રૂ મેમ્બરો સવાર હતા, જેમાં ૧૬ ભારતીય, ૪ બાંગ્લાદેશી અને ૧ યુક્રેની નાગરિકનો સમાવેશ થાય છે.