આપણું શરીર 70 ટકા પાણીથી બનેલું છે. પરંતુ શું તમે જાણો છો કે ગરમ અને ઠંડુ પાણી પીવાથી તેના પોતાના અલગ ફાયદા છે. દરેક ને શિયાળાની સીઝન આવતાની સાથે જ ગરમ પાણી અને ઉનાળાની ઋતુ માં ઠંડુ પાણી ગમે છે.

આ અંગે ડોકટરો કહે છે કે ગરમ પાણી પીવાથી આપણી પાચક સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરવાનું શરૂ કરે છે. જો તમે હંમેશા પાચનની સમસ્યાથી પરેશાન છો, તો પછી તમે નવશેકું અથવા ગરમ પાણી પીવાનું રાખો. આર્યુવેદ મુજબ સવારે ગરમ પાણી પીવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે.