દિલ્હી-

લદ્દાખમાં ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. બુધવારે તેમણે પૂછ્યું કે મોદી સરકાર ભારતીય સૈન્ય સાથે છે કે ચીન સાથે? આ સાથે તેમણે લખ્યું છે કે આટલો ડર કંઇ વાતનો છે? તેમણે ટ્વિટ કરીને લખ્યું, "તમે ઘટનાક્રમ સમજો છો: પીએમએ કહ્યું કે કોઈ સીમમાં પ્રવેશ્યું નહીં, ત્યારબાદ ચાઇના સ્થિત બેન્ક પાસેથી મોટી લોન લીધી, પછી સંરક્ષણ પ્રધાને કહ્યું કે ચીને દેશમાં ઘૂસણખોરી કરી છે, હવે ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું કે કોઈ અતિક્રમણ નથી. મોદી સરકાર ભારતીય સૈન્ય સાથે છે કે ચીન સાથે? આટલો ડર શા માટે ? '