લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, એપ્રીલ 2026 |
1980
ઈઝરાયલે સોમવારે ઈરાનમાં અનેક મહત્વના સૈન્ય મથકો પર હુમલા કર્યા છે. તેહરાન પાસે આવેલા ત્રણ એરપોર્ટ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ઈઝરાયલનું કહેવું છે કે આ હુમલાઓમાં અનેક એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને અન્ય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન બુશેહરમાં ઈરાનના મોટા નેવી બેઝ પર પણ જાેરદાર વિસ્ફોટ થયો હતો. અહીં નેવલ બેઝની સાથે એરફોર્સ બેઝ, એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ અને ડ્રોનના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ આવેલા હતા.
ઈઝરાયલે ઈરાનની સૌથી મોટા ગેસ ફિલ્ડ, સાઉથ પાર્સ પર પણ ફરીથી હુમલો કર્યો છે. આ વિશ્વનો સૌથી મોટો ગેસ ફિલ્ડ છે અને ઈરાન માટે અત્યંત મહત્વનું છે. આ હુમલાથી ઈરાનના ઉર્જા પુરવઠા અને અર્થવ્યવસ્થા પર માઠી અસર પડી શકે છે.ઈઝરાયલે સોમવારે ઈરાનની સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર ફરીથી મિસાઈલ હુમલો કર્યો છે.
આ વિશ્વની સૌથી મોટું ગેસ ફિલ્ડ છે, જે ઈરાન અને કતાર વચ્ચે ફેલાયેલું છે.કૈરોમાં ઈરાની રાજદ્વારી મિશનના વડા મોજતબા ફરદૌસી પોરે પ્રેસને જણાવ્યું હતું કે, અમે ફક્ત યુદ્ધવિરામ નહીં સ્વીકારીએ. અમને ખાતરી જાેઈએ કે અમારા પર ફરીથી હુમલો કરવામાં આવશે નહીં.
ઈરાનના પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર ઈઝરાયલનો હુમલો
ઈઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઈરાનના અસાલુયેહમાં આવેલા સૌથી મોટા પેટ્રોકેમિકલ પ્લાન્ટ પર હુમલો કર્યો છે. આ પ્લાન્ટમાં ઈરાનનું લગભગ ૫૦% પેટ્રોકેમિકલ પ્રોડક્શન થતું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે આ પહેલા પણ એક અન્ય મોટા પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ બંને હુમલા બાદ ઈરાનના મોટાભાગના પેટ્રોકેમિકલ પ્લાન્ટ કાર્યરત નથી. હુમલાઓથી ઈરાનને અબજાે ડોલરનું નુકસાન થયું છે અને તેનાથી તેના સૈન્ય ખર્ચ પર પણ માઠી અસર પડશે.
ઈરાનમાં એરપોર્ટ અને નેવી બેઝ પર બોંબમારો
ઈઝરાયલે. તેહરાન પાસે આવેલા ત્રણ એરપોર્ટ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. બુશેહરમાં ઈરાનના મોટા નેવી બેઝ પર પણ જાેરદાર વિસ્ફોટ થયો હતો. નેવલ બેઝની સાથે એરફોર્સ બેઝ, એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ અને ડ્રોનના અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ આવેલા હતા.
ઇન્ટેલિજન્સ ચીફ માજિદ ખાદેમીનું ેંજી-ઈઝરાયલના એરસ્ટ્રાઇકમાં મોત
અમેરિકા-ઈઝરાયલે આજે ઈરાન પર ભયાનક હુમલા કર્યા છે, જેમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સના ઇન્ટેલિજન્સ ચીફ જનરલ મજીદ ખાદમીનું મોત થયું છે. ઈરાને ખાદમીના મોતની પુષ્ટિ કરી છે, તો આ મુદ્દે ઈઝરાયલે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. આઇઆરજીસીએ પોતાની ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરીને ખાદમીનું મોત થયું હોવાની માહિતી આપી છે. પોસ્ટમાં લખાયું છે કે, ‘અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં, દુશ્મને ૬ એપ્રિલની સવારે કરેલા આતંકવાદી હુમલામાં આઇઆરજીસીના ગુપ્ત સંગઠનના ચીફ મેજર જનરલ મજીદ ખાદમી શહીદ થયા છે.’ ે