04, ડિસેમ્બર 2023
વડોદરા, તા.૩
જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ધર્મસુરી સમુદાય ના આચાર્ય મહાપદ્મસુરી મહારાજ સાહેબ ના શિષ્ય રત્ન તપસ્વી મહાવ્રત વિજયજી મહારાજ સાહેબ આજે અકસ્માતમાં કાળધર્મ પામ્યા છે. જૈન સમાજમાં ઘેરા શોક ની લાગણી પ્રવર્તી રહી છે. પુજ્ય શ્રી ની પાલખી ૪/૧૨/૨૩ સોમવારે સવારે નવ કલાકે સાહિત્ય મંદિર, પાલીતાણા ખાતે થી નીકળશે. અત્રે ઉલ્લેખનીય છે કે આચાર્ય મહાપદમસુરી મહારાજ સાહેબ આદિઠાણા વડોદરા માં આજવારોડ ઈન્દ્રપુરી જૈન સંઘ માં ચાતુર્માસ બિરાજમાન હતા અને આ પુનમે ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર શરૂ થતાં ભાવનગર પાસે અકસ્માતમાં કાળધર્મ પામ્યા છે. પુજય મહાવ્રત વિજયજી મહારાજ સાહેબ નડિયાદ ના હતાં એમની સંસારી બહેને પણ આચાર્ય મહાપદમસુરી મહારાજ પાસે સંયમ જીવન ની દીક્ષા લીધી છે પૂજ્યશ્રી ના સંસારી માતા પિતા પણ સંસારમાં રહીને સંયમી જીવન જીવી રહ્યા છે. અકસ્માત ના સમાચાર મળતાં જૈન સમાજ શોકાતુર બની ગયો છે. ધર્મસુરી સમુદાય ના આચાર્ય રાજરત્નસુરી મહારાજ હાલ માં કરજણ પાલેજ રોડ પર વસંતધામ તીર્થ ખાતે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ માં છે. તેમને પુજય શ્રી ના કાલધર્મ ના સમાચાર થી વ્યથીત થઈ ગયા હતાં તથા સદગત ના આત્મા ની શાંતિ માટે બાર નવકાર નો પાઠ કર્યો હતો અને મૌન પાળ્યું હતું.અને આચાર્ય મહાપદમસુરી મહારાજ ને સાંત્વના પાઠવતો પત્ર પણ મોકલાવ્યો છે.