ઝારખંડમાં ક્વાૅરન્ટાઇન સેન્ટરમાં જમાતીઓએ ત્રણ મહિલાને ગર્ભવતી બનાવી

રાંચી-

ઝારખંડની રાજધાની રાંચીમાં તબલિગી જમાતના લોકો વિશે એક ચોંકાવનારી વાત જાણવા મળી હતી. ક્વોરન્ટાઇન સેન્ટરને તબલિગી જમાતના લોકોએ અય્યાશીનો અડ્ડો બનાવી દીધો હતો પરિણામે ત્રણ તબલિગી મહિલા ગર્ભવતી થઇ હતી. ત્રણે મહિલા વિદેશી છે. આ ઘટના પ્રકાશમાં આવતાં સ્થાનિક વહીવટી તંત્ર ચોંકી ઊઠ્યું હતું.

સરકારી દલીલ એેવી છે કે ક્વોરન્ટાઇન સેન્ટરમાં આ લોકોને રાખવાનુ કારણ જ એ હતું કે સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઇ રહે. જાે ત્રણ વિદેશી મહિલા પ્રેગનન્ટ થઇ હોય તો એનો અર્થ એ કે આ લોકોએ સોશ્યલ ડિસ્ટીન્સીંગનો ભંગ કર્યો હતો. હવે રાંચી જિલ્લા ઉપાયુક્તે આ આખી ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે એક અતિરિક્ત કલેક્ટરને આ ઘટનાની તપાસ કરવાની જવાબદારી સોંપી હતી. આ અતિરિક્ત કલેક્ટર ક્વોરન્ટાઇન સેન્ટરના સંચાલકને પૂછપરછ કરશે કે કયા સંજાેગોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ થયો હતો.

દરમિયાન ઝારખંડ હાઇકોર્ટના વરિષ્ઠ વકીલોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ક્વોરન્ટાઇન દરમિયાન મહિલાઓ ગર્ભવતી થઇ હોય તો એ લોકોએ મહામારી રોગ અધિનિયમ ૨૦૨૦નો ભંગ કર્યો છે એટલે તેમની સામે અધિનિયમની કલમ ૨ (૩) હેઠળ ક્રીમીનલ કેસ થઇ શકે છે. એ જ રીતે ક્વોરન્ટાઇન સેન્ટરના સંચાલક સામે પણ બેદરકારી દાખવવાનો કેસ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution