જમ્મુ -કાશ્મીર-

જમ્મુમાં મળેલા IED સંબંધિત કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મંગળવારે સવારે જમ્મુ -કાશ્મીરમાં 7 સ્થળો પર દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે  NIAના અધિકારીઓએ પોલીસ સ્ટેશન પાંથા ચોક હેઠળના વિસ્તાર લસજન-બીમાં મોહમ્મદ શફી વાનીના ઘરે દરોડા પાડ્યા હતા. મોહમ્મદ શફી વાની અબ્દુલ ગનીનો પુત્ર છે. તેમણે કહ્યું કે એનઆઈએના માણસોએ ઘરની તલાશી લીધી અને બાદમાં મોહમ્મદ શફી અને તેના પુત્ર રઈસ વાનીના મોબાઈલ ફોન જપ્ત કર્યા. ત્યારબાદ એનઆઈએના અધિકારીઓએ શફીની અટકાયત કરી અને વધુ પૂછપરછ માટે તેને પાંથા-ચોક પોલીસ સ્ટેશન લઈ ગયા. એનઆઈએએ કુલગામના લારમ ગંજીપોરા વિસ્તારમાં રહેતા નઝીર અહેમદ ડારના પુત્ર વસીમ અહમદ ડારના ઘરે પણ દરોડા પાડ્યા હતા.